વન-વગડે ઘર આંગણે રખડતી રઝડતી અમુલ્ય ઔષધી દાદરો (કુપી) – ઠેક્ ઠેકાણે ઉગી નીકળતો દાદરો ખુબ જ ઉપયોગી ઔષધી છે. આયુર્વેદીક રીતે ઘણી રીતે ઉપયોગી છે.દીકરીઓ ખુબ જલ્દી મોટી થઇ જતી હોય છે. બાલીકાવસ્થામાંથી ટિનએજ ને ટીનેએજમાંથી યુવાનીમાં પ્રવેશતી આ દીકરીઓમાં હોર્મોન્સ ના ફેરફારને લીધે શારીરીક ફેરફાર ખુબ જ થતા હોય છે .સારા ફેરફાર તો સૌને ગમે પણ આ હોર્મોન્સને લીધે અમુક ફેરફાર એવા થાય કે આ નાની દીકરીઓ મુશ્કેલીમાં મુકાય જાય તેમાનો એક અણગમતો ફેરફાર એટલે ચહેરા પર ખીલ અને વણજોઇતા વાળ. ગાલ પર કે ચીબુક નીચે ઉગી નીકળતા વાળ અને ખીલ માટે અકસીર છે આ દાદરો.
તાજા પાનનો રસ લઇને કોપરેલ તેલમાં કેસુડાના ફુલ સાથે ઉકાળીને આયુર્વેદીક વિધીથી કરો તેલ તૈયાર. આ તેલથી ચહેરા પરના નકામા વાળ તો જશે સાથે સાથે ખીલ નો પણ સફાયો કરશે અને વાન પણ ગોરો થશે તો પછી ફેર એન્ડ લવલી ની શું જરુર?આ ઉપરાંત આ દાદરો ઘણી રીતે ઉપયોગી છે.નાના બાળકોને થતા ક્રુમીમાં પણ અકસીર છે.
જંક્ફુડ ખાઇ ખાઇને આંતરડા બગડી ગયા હોય અને પાઇલ્સ, ફીશર એટલે કે હરસ મસાનો ત્રાસ થઇ ગયો હોય તો આ ઔષધી રામબાણ છે. પણ લેવામાં ધ્યાન રાખવુ કારણ કે આ ઔષધી ઉલ્ટી પણ ખુબ કરાવે છે.-અસ્થમા, બ્રોન્કાઇટીસ માં પણ ખુબ અકસીર છે. ભુખ્યા પેટે તાજા પાનનો રસ પીવાથી ઉલ્ટી સાથે જુનો જામેલો કફ પણ બહાર નીકળી જશે. બાળકોને પણ કફ જામી જવાનો પ્રોબ્લેમ હોય તેમા પણ અકસી ર છે પણ નિષ્ણાત ના માર્ગદર્શન હેઠળ પ્રયોગ કરવો.જેમેને નોન વેજ નો બાધ ના હોય તેમના માટે તોરતાંધળાપણાની પણ આ અકસીર ઔષધી છે. ( વૈદ રાજ ને પુછવુ)સ્કીન ડીસીઝ જેવા કે ગુમડા, ખરજવુ, સોરાયસીસ માટે પણ અકસીર છે.