લીલા ચણા નું શાક બનાવવાની રેસીપી

છોલે તો બધાને ભાવતા જ હશે. બહુ જ સરસ લાગે. શિયાળા માં લીલા ચણા બહુ આવે. લીલા ચણા બધા શેકી ને બહુ ખાય. લીલા ચણા નું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. અહીંયા મેં લીલા ચણા નું છોલે શાક બનાવ્યું છે એ પણ કુકર માં. એટલે ફટાફટ બની જાય છે. તમે પણ એક જરૂર આ રીત થી લીલા ચણા નું શાક બનાવજો. તમને અને ઘર ના બધા ને પણ બહુ ભાવશે. તો આજે જ જાણી લો લીલા ચણા નું શાક બનાવની રીત

Ingredients for લીલા ચણા નું શાક:

૩ કપ લીલા ચણા, ફોલેલા , ૩ ચમચી તેલ , ૧/૨ (અડધી) ચમચી જીરું , ૧ મોટી ડુંગળી, ઝીણી સમારેલી , ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ , ૧/૨ (અડધી) ચમચી ધાણાજીરું , ૧/૨ ચમચી લાલ મરચું , ૧/૪ ચમચી હળદર , ૧ મોટું ટમેટું, સમારેલું , ૧ ચમચી છોલે મસાલો (ગરમ મસાલો પણ ચાલે) , ૧/૨ ચમચી કસૂરી મેથી , ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી , મીઠું સ્વાદ અનુસાર

Steps of લીલા ચણા નું શાક::

કુકર માં તેલ ગરમ કરવા મુકો . તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરું નાખવું, જીરું ફૂટી જાય એટલે તેમાં ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખો અને ૩ થી ૪ મિનિટ સુધી સાંતળો . ડુંગળી આછા ગુલાબી રંગ ની થઇ જાય પછી તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું, મીઠું અને છોલે નો મસાલો નાખી હલાવવું . હવે તેમાં ઝીણા સમારેલા ટમેટા નાખો અને ૨ મિનિટ ચડવા દો . પછી તેમાં લીલા ચણા નાખો અને બરાબર મિક્સ કરો . તેમાં ૨ કપ પાણી નાખો અને મિક્સ કરો . હવે કુકર નું ઢાંકણું બંધ કરી દો અને એક સીટી વાગવા દો . એક સીટી વાગી જાય એટલે ગેસ ધીમો કરી દેવો અને ધીમા ગેસ પર ૪-૫ સીટી વગાડો અને પછી ગેસ બંધ કરી દો . કુકર માંથી સંપૂર્ણ હવા નીકળી જાય પછી કુકર ખોલો અને તેમાં કસૂરી મેથી નાખો અને ગેસ ફરીથી ચાલુ કરો . હવે ગેસ પર એમ જ ૨-૩ મિનિટ ઢાંક્યા વગર ચડવા દેવું જેથી કસૂરી મેથી નો સ્વાદ ચડી જાય . પછી ગેસ બંધ કરી દો અને ગરમ ગરમ પીરસો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top