ઉનાળામા લુ લાગવાથી લાભકારી છે આ વસ્તુનું સેવન

0

વધારે માત્રામાં પાણી પીવું જોઈએ જેથી શરીરમાં પાણીનું સમતોલન જળવાઈ રહે : ઉનાળામાં લુ ન લાગે એ  માટે સફેદ રંગ ના અથવા  આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા જોઈએ. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ. કામ દરમિયાન સમયાન્તરે આરામ કરવો. સાથોસાથ કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું.

કોથમીર પણ ઉનાળામાં લુ લાગવાથી બચાવે છે: મોટા ભાગે લોકો કોથમીરનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરતા હોય છે. પરંતુ  જો કોથમીર વાળું પાણી પીવામાં આવે તો ઉનાળામાં લૂ લાગવાથી બચી શકાય છે. તાજી કોથમીરને પાણીમાં પલાળ્યા બાદ ખાંડ નાખીને પાણી પીવું આ ઉનાળામાં ગરમીથી બચવા ખુબ રાહત આપે છે

ઉનાળામાં આવતી કેરીની સિઝનમાં પણ કેરીનું સેવન લુ લાગવાથી બચાવી શકે છે: ગરમીની ભરપુર  સિઝનમાં કેરીનો બાફલો સ્વાસ્થ્યવર્ધક માટે  ટોનિક કહેવામાં આવે છે. ઉનાળાની સિઝનમાં  દરરોજ કેરીનો બાફલો પીવાથી શરીરને ઠંડક મળે છે અને  લૂ નથી લાગતી. આમ ઉનાળામાં લુ લાગવાથી કેરીના સેવનથી છુટકારો મળે છે

છાશનું સેવન પણ ઉનાળામાં તાપ ટી બચાવવા ફાયદાકારક છે : ઘણા લોકો છાસ નથી પિતા પણ છાસ આપણા શરીર માટે ખુબ ફાયદાકારક છે છાસ નિયમિત પીવાના અનેકગણા  ફાયદા છે. ગરમીની સિઝનમાં છાસમાં મરી પાવડર અને જીરું નાખીને છાસ પીવાથી લૂ નથી લાગતી. સાથોસાથ શરીરમાં પાણીની માત્રા ઓછી નથી થતી. અને તમારું સ્વાસ્થ્ય સારું રહે છે

લીંબુ શરબત ખુબ ફાયદાકારક છે લૂથી બચવા માટે: લૂ થી બચવા માટે લીંબુનો શરબતનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા ઓછી નથી થતી. લીંબુ પાણી પીવાથી શરીરમાં એનર્જી રહે છે.

આંબલીનું સેવન પણ ઉનાળામાં લુ થી બચાવે છે : ઉનાળામાં લૂ થી બચવા માટે આંબલીનાં બીજને ક્રશ કરી તેનો પાવડર બનાવી લેવા આ આંબીલાના બીજનો પાવડર  પાણીમાં ખાંડ સાથે  નાખીને પીવાથી પાચનતંત્ર સારું રહે છે. એટલે ઉનાળામાં ગરમીના લીધે થતી પેટની તકલીફથી બચી શકાય છે.

ઉનાળામા લુ લાગે ત્યારે ડુંગળીનું સેવન કરવું પણ ફાયદેમંદ માનવામાં આવે છે.: ગરમીમાં લૂ ની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડુંગળીનું અકસીર ઈલાજ છે. દરરોજ ડુંગળી ખાવાથી શરીરનું તાપમાન સારું રહે છે. ડુંગળીનો રસ નીકાળીને પણ પી શકો છો. ઉનાળાની ગરમીને કારણે તાવ ચડી જાય, માથું દુખે, ઊલટી સાથે  ઊબકા આવે આ બધા લુ લાગવાના લક્ષણો છે. આકરો તડકો પડતો હોય ત્યારે શરીરમાં ગરમીની માઠી અસર થાય છે. એ માટે કસદાર કાંદા ખૂબ જ ગુણકારી છે. યાદ રહે કે લૂી બચવું હોય તો કાંદાની વાનગીઓ કરતાં કાચા કાંદા વધુ હિતકારી છે. કાંદા  પચવામાં ભારે, કફકર અને ધાતુવર્ધક છે. ઊંઘ આવે છે.  આ બધા ગુણોને કારણે ટીબી, હૃદયરોગ, ઊલટી કે રક્તપિત્તના દર્દીઓ માટે એ ખૂબ ફાયદાકારક ગણાય છે. એનાી વધુપડતો પરસેવો અને સોજો પણ ઘટે છે. ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે અને ખાવાનું પચવામાં પણ તકલીફ ાય છે. ખાવાનું રોચક બને એ માટે કાચી કેરી અને કાંદાનું કચુંબરઉત્તમ દીપક અને પાચક ગણાયું છે. કાચી કેરી અને કાંદાના છીણમાં ગોળ, જીરૂં અને સિંધવ નાખીને બનાવેલું કચુંબર બપોરના ભોજનમાં અચૂક લેવું. એ ખાવાી ભૂખ ઊઘડે છે તેમ જ ખાવાનું પચે છે. એ લેવાી ગરમ વાયરાને કારણે લાગતી લૂી બચી શકાય છે. ઉનાળામાં તા ઝાડા, ડિસેન્ટ્રી, મસા, અપચો, કબજિયાત દૂર કરે છે. જો સાંધાના દુખાવાને કારણે કાચી કેરીની ખટાશ સદતી ન હોય કે પછી સારી કાચી કેરી મળતી ન હોય તો કાકડી સો સેલડ બનાવી શકાય. કાંદા અને કાકડી બન્નેને ઝીણાં સમારી એના પર સિંધવ, કાળાં મરી, જીરૂં પાઉડર અને ચપટીક ખડી સાકરનો ભૂકો ભભરાવીને તૈયાર યું કચુંબર પણ એટલું જ ફાયદાકારક છે.

લીલા નાળીયેર પણ ઉનાળામાં લૂથી બચવા માટે ફાયદાકારક છે : નાળિયેર પાણીમાં ભરપૂર પ્રમાણમાં ગુણો રહેલા હોય છે. ગરમીની સીઝનમાં નાળિયેર પાણીનું સેવન કરવાથી ઔષધીની જરૂર નથી રહેતી. દરરોજ નાળિયેર પાણી પીવાથી લૂ લાગતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here