કોઇપણ જાતની દવા વગર હાઈટ વધારવા માટેની ઘરેલૂ ટીપ્સ

બાળકની હાઇટ વધારવામાં મદદ કરતી રોજબરોજની ટેવો બાળકની હાઇટ યોગ્ય રીતે વિકાસ પામે એ માટે તેને યોગ્ય પોષણ મળે એ જરૂરી છે . ઘણી વખત નાનપણમાં બાળકના વિકાસ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે તો એની બાળકની હાઇટ પર નકારાત્મક અસર પડતી હોય છે , બાળકની હાઇટ વધે એ માટે યોગ્ય આહારની સાથે સાથે એને રમવા માટે નિયમિત સમય આપવામાં આવે એ પણ બહુ જરૂરી છે . રોજબરોજની એવી કેટલીક આદતો છે જે બાળકની હાઇટ વધે એ માટે જરૂરી છે . રમતગમત છે જરૂરી જે રીતે શરીર માટે ભોજન જરૂરી છે એવી જ રીતે એના માટે રમતગમત પણ જરૂરી છે .

હાલના સમયમાં જ્યારે માતા – પિતા બંને વ્યસ્ત રહે છે ત્યારે તેઓ ભાગ્યે જ બાળકને બહાર રમવા માટે લઇ જઇ શકે છે . આના કારણે બાળકનો માનસિક વિકાસ તો રૂપાય જ છે પણ સાથે સાથે યોગ્ય રીતે શારીરિક વિકાસ ન થવાને કારણે આ વાતની હાઇટ પર પણ નકારાત્મક અસર થાય છે . આવું ન થાય એ માટે રોજ સાંજે થોડો સમય બાળકને ઘરની બહાર રમવા માટે મોકલો અને તેને મિત્રો બનાવવા માટે પ્રોત્સાહન આપો . આનાથી બાળક આનંદમાં રહે છે અને એની માનસિક તેમજ શારીરિક સ્વસ્થતા વધે છે . વિટામિન – ડીનું લેવલ શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો મળે તો સારી રીતે શારીરિક વિકાસ થઇ શકે છે .

બાળકોના વિકાસની વાત કરીએ તો તેમને પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો મળી શકે એ માટે માર્કેટમાં અનેક ઉત્પાદન મળે છે . બાળકનો યોગ્ય વિકાસ થાય એ માટે એના આહારમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ડી હોય એ બહુ જરૂરી છે . આ માટે બાળકને તડકામાં રમવા દેવું – જોઇએ . સવારનો કુમળો તડકો બાળકનાં હાડકાંના વિકાસ માટે બહુ જરૂરી હોય છે . બાળક જો રોજ આઉટડોર એક્ટિવિટી કરશે તો તેના શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળશે અને તેની હાઇટ વધશે . નિયમિત સાઇકલિંગ હાલમાં મોટાભાગના બાળકો મોબાઇલ અને લેપટોપ પર જ પોતાનો ક્વોલિટી ટાઇમ પસાર કરે છે . આના કારણે તેમના શારીરિક વિકાસમાં અવરોધ સર્જાય છે . આવું ન થાય એ માટે તસવીર પ્રતીકાત્મક છે . બાળકને રોજ સાઇકલિંગ કરવા માટે રોજ બહાર મોકલો .

આનાથી તેમનું શરીર એક્ટિવ બનશે અને એ હાઇટ વધારવામાં મદદ કરશે , સાઇકલિંગ કરવાથી પગની સારી એવી એક્સરસાઇઝ થાય છે અને શરીરને નવી ઊર્જા મળે છે . આના કારણે લંબાઇ ધીમે ધીમે વધવા લાગે છે . લંબાઇ વધારવાના ઘરેલુ ઉપાય તરીકે નિયમિત સાઇકલિંગ સારો વિકલ્પ છે . લટકવાની એક્સરસાઇઝ કરો નિયમિત રીતે લટકવાની એક્સરસાઇઝ કરવાથી હાઇટ વધવામાં મદદ મળે છે . લટકવાની એક્સરસાઇઝ કરવાથી હાથની મજબૂત બને છે અને કાંડુ મજબૂત આવવા બને છે . જો બાળક આ એક્સરસાઇઝ રોજ કરે તો એનું શરીર શેપમાં લાગે છે તેમજ બોડી ટોન થાય છે . નિયમિત આ એક્સરસાઇઝ કરવાથી બાળકની લંબાઇ વધી શકે છે . દોરડાં કૂદવાં લંબાઇ વધારવા માટે તેમજ શરીરને ફિટ રાખવા માટે દોરડાં કૂદવાં એક સારી કસરત છે . આનાથી બાળકના શરીરને એક નવી ઊર્જા મળે છે અને એ બાળકમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે . જો બાળક નિયમિત રીતે દોરડાં છે તો એનો શારીરિક વિકાસ બીજા બાળકો કરતાં ઝડપી બને છે . આ એવી એક્સરસાઇઝ છે કે ઘરના એક ખૂશમાં પણ સહેલાઇથી કરી શકાય છે .

હાઈટ વધારવાના ઘરેલૂ ટીપ્સ: 

  • 1) હાઈટ વધારવા માટે સવારે દોડ લગાવો . સૂર્ય નમસ્કાર કરો અને ૧૦-૧૫ મિનિટ પુલ ઑપ્સ અને તાડાસન કરો .
  • ૨ ) કાળી મરીના ટુકડા કરી લો અને માખણમાં મિકસ કરી નિગળી લો .
  • 3) બાળકોના આરોગ્ય માટે ગાયના દૂધ ફાયદાકારે હોય છે . જો બાળક નાના હોય તો એને ગાયના દૂધ સાથે પપૈયા ખાવા આપો .
  • 4) હાઈટ વધારવા માટે હાડકાઓના મજબૂત થવું જરૂરી છે . કેલ્શિયમથી ભરપૂર પદાર્થને ભોજનમાં શામેલ કરો જે તમને દૂધ , દહી , લીલી શાકભાજી , દાળ , જ્યુસ , મગફળી , કેળા અંગૂર અને ગાજરનું સેવન કરો .
  • 5 ) લંબાઈ વધારવા માટે વિટામિન ડીની સૌથી વધારે જરૂર હોય છે જે દાળ , સોયા મિલ્ક , સોયાબીન મશરૂમ અને બદામ વગેરેમાં હોય છે .
  • 6) આ સિવાય યોગ્ય રીતે બેસો અને ચાલો . ક્યારે પણ ઝુકીને બેસવું કે ચાલવું નહી જોઈએ . જેથી અમારા શરીર તેજીથી વધે છે .
  • 7) !બધતા બાળકો અને કિશોરોને ૮ થી . ૧૧ કલાકની ઉંઘ પૂરે લેવી સારી હાઈટ માટે જરૂરી છે .
  • 8) વ્યાયામ અને રમત પણ લાભકારી છે . રમત અને એકસરસાઈજથી શરીરની માંસપેશીઓ પર ખેંચાવ અને થાક હોય છે જેથી વિટામિન અને પોષક તત્વોની માંગ વધારે છે .
  • 9)આ અમારા શરીરની ગ્રોથ વધારે છે . આ સિવાય સ્વીમિંગ , એરોબિક્સ , ટેનિસ , ક્રિકેટ , ફૂટબોલ , બાસ્કેટબોલ કે ખેંચવાળ વ્યાયામ દૈનિક ગતિવિધિમાં શામેલ કરો .

 

Leave a Comment