માંદા માણસને સાજા કરે છે આ શાકભાજી અનેક ગુણોથી સભર ગલકાં અને તુરિયાં

તુરીયાના વેલાના મૂળ ત્રણ દિવસ પીવાથી પાથરી ઓગળી જાય છે , ગુણોથી સભર ગલકાં અને તુરિયાં શાકભાજી ગુણોનો ભંડાર છે. એમાં આજે ગલકાં અને તુરિયાંના ગુણ દોષની વાત કરીએ.

ગલકાંનાં ગુણઃ મોટાં ગલકાં મધુર, શીતળ અને દમ, ઉધરસ, તાવ અને કૃમિનો નાશ કરનાર છે. વૈદકશાસ્રએ જ્વર રોગી માટે પણ તેને હિતકારી ગણ્યું છે. તે રક્તપિત્ત અને વાયુને પણ મટાડે છે.

દોષઃ ગલકાં સ્નિગ્ધ, અસ્નિદાયક તથા કફ કરનાર છે. ઉપયોગ વખતે લેવાની કાળજીઓ

૧. ગલકાં અસ્નિદાયક તથા કફ કરનાર હોય કફ પ્રકૃતિવાળાએ તેનો ઉપયોગ કરવો હિતકારી નથી.

૨. ગલકાં બહુ વાયડાં નથી, છતાં શરદ ત્રશ્નુમાં-ભાદરવામાં તેનું વધારે પડતું સેવન કરવું હિતાવહ નથી.

૩. શરદ ત્રશ્નુમાં ગલકાંનું વધુ પડતું સેવન કરવાથી પિત્તનો પ્રકોપ થાય, તાવ આવે છે. ઔષધીય ગુણ

૧. ગલકાંનાં પાનના રસમાં ગોમૂત્ર મેળવી ગરમ કરી ચોપડવાથી સોજો મટે છે.

૨. ગલકું શેકી, તેનો એક પૈસાભાર રર બાળકને પિવડાવવાથી છાતીનું દરદ મટે છે

તુરિયાંના ગુણઃ તુરિયાં ઠંડા, મધુર, પિત્તનો નાશ કરનાર, અસિને પ્રદીમ કરનાર છે. એ શ્વાસ, તાવ, ઉધરસ અને મળના અવરોધને દૂર કરનાર છે.

દોષઃ તુરિયાં કફ તથા વાયુ કરનાર છે. ચોમાસામાં તે વધારે પડતાં ખવાય તો વાયુનો પ્રકોપ થતા વાર લાગતી નથી. આહારમાં ઉપયોગ વખતે લેવાની કાળજીઓ

૧, તુરિયાં પચવામાં ભારે અને આમ કરનાર છે. તેથી ચોમાસાની ત્રક્નમાં તુરિયાંનું શાક બીમાર માણસો માટે હિતકારી નથી.

૨. વર્ષા ત્રક્નુનું સસ્તું શાક તુરિયાં માંદા માણસ માટે હિતકારી નથી.

૩. સાજા માણસે પણ સારા પ્રમાણમાં લસણ અને તેલ નાખેલું શાક ખાવું હિતાવહ છે.

ઔષધીય ગુણ તુરિયાંના વેલાનાં મૂળ ગાયના દૂધમાં અથવા ઠંડા પાણીમાં ઘસી રોજ સવારમાં ત્રણ દિવસ સુધી પીવાથી પથરી મટે છે.

Leave a Comment