રોજ પલાળીને ખાવ આ વસ્તુ થશે અનેક બીમારી છુમંતર

સંસ્કૃતમાં અંજીરને ઉદુમ્બર, હિન્દીમાં ગુલોર, અરબીમાં ફયુ મીઝ, પર્શિયનમાં અરમાક-અંજીર, કન્નડમાં અટ્ટી અને મરાઠી માં ઉંબર કહે છે. કાઠિયાવાડમાં અંજીરનાં કુળના અન્ય એક વૃક્ષ પર પાકતા ફળને ઉમરા કહે છેઅંજીર ઉત્તમ આહાર અને ઔષધ છે. લીલાં અંજીરમાં લોહ, તાંબુ, કેલ્શીયમ, વીટા મીન વગેરે પોષક તત્ત્વો સારા પ્રમાણમાં રહેલાં છે. સુકાં અને લીલાં બંને અંજીર રેચક-મળ સાફ લાવનાર, મુત્રપ્રવૃત્તી . વધારનાર, પૌષ્ટીક અને રક્તવર્ધક છે.અંજીર શીતળ છે અને . રક્તપીત્ત મટાડે છે. બાળક, યુવાન, વૃદ્ધો અને ગર્ભીણી બધા માટે અંજી ર હીતાવહ છે. તેમાં લોહ, કેલ્શીયમ, તાંબુ, ઝીંક, વીટામીનો, શર્કરા, ક્ષારો વગેરે શરીરોપયોગી તમામ તત્ત્વો છે.

અંજીરનાં 5 થી 6 ટુકડા 250 મિલી પાણીમાં ઉકાળો. પછી પાણીને ગાળીને પીવાથી કબજિયાત મટે છે. અથવા, રાત્રે ૨ અંજીરને પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ચાવવું અને ઉપરથી પાણી પીવો, તેનાથી પેટ સાફ રહે છે. પલાળેલા અંજીરમાંથી મળતું ફાઇબર મેદસ્વીપણાને ઘટાડવામાં મદદ કરે છે.

તાજાં પાકાં ફળો જ્યાં સુધી મળે ત્યાં સુધી રોજ ખાવાં જોઈએ. તાજાં જ મળતાં હોય ત્યારે સુકાં ન ખાવાં.અંજીર રેચક છે આથી મળ સાફ ઉતરે છે. કબજીયાત હોય તો બેથી ત્રણ અંજીરના નાના ટુકડાઓ કરી દુધમાં ઉકાળી સુતી વખતે પીવાથી સવારે સરળ તાથી મળ ઉતરી જાય છે.મધુપ્રમેહ, બરોળના રોગો, કમળો, રક્તાલ્પતા, હરસ વગેરેમાં અંજીર ઉપયોગી છે.જે બાળકોને રીકેટ્સ-સુકારો રોગ થયો હોય તેને અંજીરના દુધના પાંચ-સાત ટીપાં પતાસા પર પાડી ખવડાવવાથી ફાયદો થાય છે.

જો દરરોજ પલાળેલા અંજીરનું સેવન કરવામાં આવે તો હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. અંજીરમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં છે, તેથી જ તે હાડકાંને મજબૂત અને મજબૂત બનાવે છે. અંજીરમાં પોટેશિયમ હોવાને કારણે તે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે.

અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે લોકોના હાડકા નબળા હોય તેને દરરોજ પલાળેલા અંજીરનું સેવન કરવું જોઈએ. દરરોજ અંજીરનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફાઈબર મેળવવામાં આવે છે. જે લોકોને એનિમિયાથી છુટકારો મેળવવો હોય તેને દરરોજ અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીરને દૂધ સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.

રોજ બે ત્રણ અંજીર ખાવાથી ધાતુપુષ્ટી થાય છે પાંડુરોગમાં તથા દુર્બ ળ વ્યક્તીને હીતકારી છે. રોજ સવાર-સાંજ બેથી ત્રણ અંજીર ખુબ ચાવીને ખાઈ ઉપર એક ગ્લાસ દુધ પીવું.ગુણકર્મોઃ આશરે પંદરથી સોળ ફૂટ ફૂટ ઊંચાં અંજીરનાં વૃક્ષોને ચૂના તથા ભેજ વાળી જમીન માફક આવે છે. ભારતમાં કાશ્મીર, પૂના, નાસિક, ઉત્તરપ્રદેશ, બેંગલોર, મૈસૂરમાં તેનું વાવેતર થાય છે રાસાયણિ ક દૃષ્ટિએ અંજીરમાં પ્રોટિન ૧.૩%, ખનિજ ૦.૬%, કાર્બોહા ઈડ્રેટ ૧૭%, કેલ્શિયમ ૦.૦૬%, ફોસ્ફરસ ૦.૦૩%, લોહ ૧.૨ મિ.ગ્રા. તેમ જ બીજા કેટલાક વિશિષ્ટ ઘટકો રહેલા છે.

અંજીરના નાના કટકા કરી પાણીમાં એનો ઉકાળો કરી હુંફાળુ થાય ત્યારે તેમાં ચપટી જેઠીમધ અને હળદર મેળવી ગળાને સ્પર્શ થાય એ રીતે થોડી મિનિટો માટે કોગળો ધારણ કરી રાખવો. ત્યારબાદ થૂંકી નાખવો. દિવસમાં બે થી ત્રણ વખત આમ કરવું. આનાથી ગાળાનો સોજો દૂર થાય છે.

કેટલાક દિવસો માટે સવારે અને સાંજે પલાળેલા અંજીર ખાવા અને પાણી પીવાથી હરસમાં ફાયદો થાય છે. અંજીરમાં પેક્ટીન નામનું દ્રાવ્ય ફાઇબર હોય છે જે લોહીમાં હાજર ખરાબ કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવા માટે જાણીતું છે. ઉપરાંત, અંજીરના ફાઇબર ગુણધર્મો પાચક સિસ્ટમમાંથી વધુ કોલેસ્ટ્રોલને સાફ કરી શકે છે.

Leave a Comment