એક પણ રૂપિયાનો ખર્ચ વગર, પેટના રોગો, શરીરના વિકારો દુર કરવા માટે એક જ ઔષધ સર્પગંધા

સર્પેન્ટીના નામથી સહુ કોઈ આયુર્વેદ, એલોપેથીક, હોમિયોપેથિક તમામ ડોકટરો પરિચિત છે જ, એટલું જ નહીં પણ આખી દુનિયાની નજર જેની ઊપર મંડાયેલી રહે છે. જેના ઊપર વિશ્વભરમાં સતત સંશોધનો ચાલ્યા કરે છે. તેવો યશ ભાગ્યે જ લીમડા, હળદર, આમળાં પછી જો કોઈ ઔષધને મળ્યો હોય તો તે સર્પગન્ધા છે . Rauwolfia Serpentins ના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ વનસ્પતિની આજુબાજુ સાપ ફરકતો નથી સાપ ને પીડિત કરે છે અને દૂર ભગાડનાર હોવાથી તે સર્પગંધાથી ઓળખાય છે.તેના વિવિધ સંસ્કૃત નામો પૈકી એક નામ છે ધવલવિટપ – જે વનસ્પતિ મન અને શરીર ને શુધ્ધ કરે છે. તેથી શરીર ધવલ બને છે. બીજું એક નામ તેની મનની તીવ્રતા – ઊત્તેજનાને શાંત કરવાના ગુણ થી ચન્દ્રમાર પણ છે.

આ પણ વાંચો

એકથી ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતાં આ સર્પગંધાના છોડના પાન ઊપરથી ઘેરા લીલા વર્ણના અને નીચેના ભાગે આછા લીલા વર્ણના છે. સફેદ-ગુલાબી ગુચ્છા માં તેનાં ફૂલો શોભા ઊભી કરે છે.તેની ખાસ ઓળખ એ શ્યામ-રકત વર્ણના વટાણાના દાણા જેવડાં તેના ફળ છે.

પ્રમુખપાતઃ ઔષધ તરીકે તેના મૂળનો જ પ્રયોગ થાય છે.જે ગંધરહિત પણ અતિશય કડવું હોય છે.આ સર્પગંધા એ ભારતમાં તો બધે જ જોવા મળે છે. તે છતાં તે કોઈ એક જ વિસ્તારમાં વિપુલ પ્રમાણ માં જોવાં ન મળતાં તે છૂટીછવાઈ જોવા મળે છે.

ભારત ઊપરાંત અન્ય દેશો જેવાં કે બર્મા, શ્રીલંકા, જાવા, થાઈલેન્ડ વગેરે જગ્યા એ પણ તેનો ઊછેર કરવામાં આવે છે.આજકાલ ગ્રીનહાઊસના ચાલતા રહેલા ટ્રેન્ડમાં સર્પગંધાનું વાવેતર જો કરવામાં આવે તો પૈસાની સાથે સાથે આયુર્વેદના મહર્ષિઓના આશિર્વાદ અવશ્ય મળે જ. કારણકે સર્પગંધા એ હાઈબ્લડપ્રેશરમાં અકસીર ઔષધ તરીકેસાબિત થયું છે અને તેમાંરહેલ Activeતત્વ

Sperpetinin નો વિશ્વ્ભરમાં હાઈબીપીની દવા બનાવવામાં ઊપયોગ થતો રહેલો છે. તેથી આ વધુ અગત્યની અને સર્વત્ર માંગ વધતી જવાવાળી ઔષધ છે.ગુણકર્મ – રુક્ષ, કડવી અને કટુ વિપાકી સર્પગંધા એ ઊષ્ણ છે તેમજ તેનો પ્રભાવ એ નિદ્રા લાવનાર છે.ઊષ્ણ હોવાથી કફ વાતશામક છે.

ઊંઘ લાવનાર, નાડીતંત્રની ઊત્તેજનાને શાંત પાડનાર, મસ્તિષ્કગત ઊત્તેજનાને શાંત કરનાર છે.સર્પગંધા ઊષ્ણ હોવાને કારણે તે પિત્ત વધારનાર છે તેથી પિત્ત પ્રકૃતિવાળાને તથા ગરમીનીઋતુમાં તેમજ પિત્તજન્ય વિકારોવાળા દરદીને તે યોગ્ય અનુપાન તથા ઔષધ યોગો સાથે આપવું જોઈએ.સર્પગંધાનો સીધો જ સંબંધ એ બ્લડપ્રેશર સાથે હોવાથી કોઈ પણ સ્થિતિમાં તેનો જાતે જ અન્ય વનસ્પતિ ઔષ ધોની જેમ ઊપયોગ કરવો એ જોખમી બની રહે છે.

સર્પગંધા એ ઊન્માદ અને અપસ્મારના રોગી જે ખૂબ જ ઊત્તેજિત થઈ જતાં હોય છે .તેને આપવામાં આવે છે. તેનાથી તેમના મનને ધીરે ધીરે શાંતિ મળતાં મસ્તિષ્કનાં વિકારો જડમૂળથી મટે છે.વળી તે ઊંઘ લાવનાર હોવા છતાં અન્ય ઘેનની ગોળીની જેમ તેની આદત પડતીનથી કેકોઈ આડઅસર પણ થતી નથી.ગાંડપણ ને દૂર કરવા માટે અતિ આવશ્યક અને અકસીર હોવાને કારણે તે “પાગલપન કી જડ”ના નામે પણ ઓળખાય છે.

હાઈબ્લડપ્રેશરના દરદીને સર્પગંધાયુકત વિવિધ યોગોના નિષ્ણાંત વૈધની દેખરેખ હેઠળ ધીરજપૂર્વક સારવાર લેવામાં આવે તો અમુક ચોકકસ સમય ગાળા બાદ એલોપેથીની બીપીની ગોળી તો કાયમ માટે બંધ થઈ જ જાય છે પણ તે પછી અમુક સમયગાળા બાદ આયુર્વેદ ઔષધ પણ સંપૂર્ણ બંધ કરી શકાય છે અને બી.પી.ની ગોળી જીવનભર લેવાના બંધનમાંથી છુટકારો ચોકકસ મળે છે.બીજી વિશેષતા જે મેં નોંધી છે તેમ સર્પગંધા એ બ્લડપ્રેશર નીચે લાવે છે તેમ કહીએ તે યોગ્ય નથી પણ તે વધેલા બ્લડપ્રેશરને નિયત કરે છે .મતલબ કે નોર્મલ લેવલે અટકાવી દે છે.

જટામાંસીનો સારામાં સારો લાભ લેવો હોય તો ૩-૪ વર્ષની આયુવાળા છોડના મૂળનો ત્વચાસહિત શરદઋતુમાં સંગ્રહ કરવો જોઈએ અને આખું વર્ષ આનો જ ઊપયોગ કરવો જોઈએ.સર્પગંધા એ સીધી જ બ્લડ પ્રેશર સાથે જોડાયેલ હોઈ તેનો જાતે ઊપયોગ ન કરતાં વૈધની સલાહ મુજબ ચાલવું જોઈએ. આજકાલ વિવિધ બાપજીઓ યોગની શિબિરમાં જ જેને તેને સર્પગંધા ઘનવટી બે-બે ગોળી નિયમિત લેવી તેવું જોયા–તપાસ્યા વિના જ કહી દે છે.જેને કારણે તેની લાખો-કરોડોની દવા તો વેચાઈ જાય છે.પણ પરિણામ શૂન્ય.સર્પગંધા જાતે ન લેવી જોઈએ.આવો એક જ વાક્યમાં કહેવાનો મુદ્દો છે.

Leave a Comment