ચોમાસાની સિઝનમાં બનાવો ૬ પ્રકારના ભજીયા

લસણિયા બટાકાના ભજિયાં બનાવવા માટે જરૂરી સામગ્રી : નાના બટાકા -8 નંગ, ચણાનો લોટ એક કપ, હળદર 1/૨ ચમચી, હિંગ – પા ચમચી, ઈનો પા ચમચી, લીંબુ એક નંગ, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ, તેમજ લસણની ચટણી અડધી વાટકી……. લસણિયા બટાનાકાના ભજિયાં બનાવવા માટેની રીત : સૌપ્રથમ બટાકાની છાલ ઉતારી લેવી. ત્યારબાદ બટાકાની વચ્ચેથી એક કાપો કરવો અને તેમાં વચ્ચે લસણની ચટણી ભરવી. આ રીતે બધા બ્તાતાને વચ્ચેથી કાપો કરીને અંદર લસણની ચટણી ભરી લેવી આ રીતે નાના નાના બધા બટાકા તૈયાર કરી તેને એક તપેલીમાં પાણી ગરમ કરીને વરાળથી બાફી લેવા. ત્યારબાદ એક વાસણમાં ચણાનો લોટ લેવો તેમાં હળદર પાવડર, હિંગ, લાલ મરચુ પાઉડર, મીઠું, ઈનો, લીંબુનો રસ અને એક ચમચી તેલ ઉમેર્રી ને મિક્સ કરવું પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરતું જવું અને હલાવતા જવું આ રીતે ભજીયાનું ખીરું તૈયાર કરવું. હાવર એક પેનમાં તેલ ગરમા કરવા મુકવું. તેલ ગરમ થઇ જાય બાફેલાં બટાટાને બનાવેલ ખીરામાં બોરીને ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળવા. ભજીયા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એ રીતે તળી લેવા. આમ વારાફરતી બધા ભજીયા તૈયાર કરવા. તો તૈયાર છે ગરમા ગરમ અને ક્રિસ્પી ભજીયા. ગરમા ગરમ ભજીયા ચટણી સાથે સર્વ કરવા વરસતા વરસાદમાં ભજીયા ખાવા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

રાઈસ પકોડા(rice pakoda) બનાવવા જરૂરી સામગ્રી : કેટલીક વખત આપણે દાળ ભાત કરીય હોય અને ભાત વધે છે આપણે તેને નાખી દેતા હોય છે પરંતુ હવે આ રેસીપી તમે એકવાર જરૂર વાંચજો તો તમે વધેલા ભાત ક્યારેય નાખશો નહિ. આ રેસીપી વધેલા ભાતમાંથી બનાવશો તો તમે ખુબ સરસ સ્વાદ લઈ શકશો સામગ્રી: બાફેલા ભાત 2 કપ, છાસ – અડધો ક૫, ચણાનો લોટ એક કપ, લીલાં મરચાં ત્રણ નંગ, ડુંગળી એક નંગ, કોથમીર એક કપ, લાલ મરચું પાઉડર એક ચમચી, મીઠું સ્વાદમુજબ, ઈનો અડધી ચમચી

રાઈસ પકોડા(rice pakoda) બનાવવા માટેની રીત: બાફેલા ભાતને છાસમાં અડધો કલાક સુધી પલાળીને રાખવાં ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરવો અને બધા મસાલા ઉમેરવા સમારેલી ડુંગળી અને કોથમીર, મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું પાઉડર સમારેલાં લીલાં મરચાં ઉમેરી હાથ વડે ખૂબ ફીણવું. ભજીયા મુકવા સમયે તેમાં ઈનો નાખવો હવે એક પેનમાં તેલ ગરવા મુકવું અને તેલ ગરમ થાય એટલે તેલમાં નાનાં નાના ભજિયાં. મુકવા. મિડિયમ આંચમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. આમ વારાફરતી બધા પકોડા તૈયાર કરવા. તો તૈયાર છે ગરમા ગરમ અને ક્રિસ્પી પકોડા. ગરમા ગરમ ભજીયા રાઈસ પકોડા ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

મગ દાળના ભજિયા બનાવવા માટે જરૂરી સામગ્રી: મેથી પા કપ, કોથમીર પા કપ, પાલક પા કપ,મગની દાળ 2 કપ, આદું મરચાંની પેસ્ટ એક ચમચી, લસણ પેસ્ટ એક ચમચી, સમારેલી ડુંગળી એક નંગ, આખા ધાણા 1 ચમચી, લાલ મરચું પાઉડર એક ચમચી, હીંગ પા ચમચી, ખાવાનો સોડા એક ચપટી, મીઠું સ્વાદાનુસાર

માગ દાળના ભજીયા બનાવવા માટેની રીત: સૌપ્રથમ મગની દાળને પાણી વડે સરસ ધોઈને 4 થી 5 કલાક સુધી પલળવા દેવી. ત્યારબાદ દાળમાંથી પાણી નિતારીને એક મિક્સર જારમાં અધકચરી પીસી લેવી. પીસેલી દાળની પેસ્ટમાં હળદર પાવડર, લાલ મરચું પાઉડર, તેમજ આખા ધાણા, સ્વાદ મુજબ મીઠું, હીંગ, ડુંગળી અને આદું – મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરવી, દરેક ભાજી અને ખાવાનો સોડા ઉમેરીને બરાબર હલાવીને મિક્સ કરી મિશ્રણ બનાવી લેવું . હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરી તેમાં ભજીયા મૂકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. આમ વારાફરતી બધા ભજીયા તૈયાર કરવા. તો તૈયાર છે ગરમા ગરમ અને ક્રિસ્પી ભજીયા. ગરમા ગરમ ભજીયા ચટણી સાથે સર્વ કરવા વરસતા વરસાદમાં ભજીયા ખાવા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ખજૂરની ચટણી સાથે પણ ખાવાનો સ્વાદ ખુબ સરસ આવે છે.

પાલક પકોડા બનાવવા માટે જરૂરી સામગ્રી: ચણાનો લોટ 2 કપ, સમારેલી પાલક 1 કપ, તીખાં લીલાં મરચાં 4 નંગ, આદું એક ટુકડો, મરી પાઉડર અડધી ચમચી, સાજીનાં કૂલ અડધી ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ મુજબ પાલક પકોડા બનાવવાની રીત: ચણાના લોટમાં આદું મરચાંની પેસ્ટ ઉમેરવી, સમારેલી પાલક, મીઠું, મરી પાઉડર અને જરૂર મુજબ પાણી ઉમેરવું. હવે સાજીનાં ફૂલ ઉમેરી બરોબર મિક્સ કરી ખીરાને અડધો કલાક રેસ્ટ આપવો. હવે તળવા માટે તેલ બરાબર ગરમ થાય એટલે મિડિયમ સાઈઝના જાળીદાર પાલક પકોડા તળી લેવા. તળતી વખતે વધુ લાલ ન થવા દેવા. લીલાં મરચાં અને ખજુર આંબલીની ચટણી સાથે પીરસવા.

મેથીનાં ભજિયાં બનાવવા માટે જરૂરી સામગ્રી : મેથીની ભાજી 1 કપ, કોથમીર પા કપ, રવો ત્રણ ચમચી, હળદર અડધી ચમચી, મીઠું સ્વાદમુજબ, ખાવાનો સોડા પા ચમચી, આખા ધાણા અડધી ચમચી, લીલાં મરચાંની પેસ્ટ એક ચમચી, આદુની પેસ્ટ અડધી ચમચી, ચણાનો લોટ 1 કપ, હિંગ પા ચમચી, અધકચરાં મરી પા ચમચી

રીત : મેથીની ભાજી તેમજ કોથમીરને બારીક સમારી લેવા ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઈ તેને નીતારી લેવી. ત્યારબાદ ઉપરોક્ત બધી સામગ્રી મિક્સ કરી લેવી અને ભજીયા માટેનું ખીરું તૈયાર કરવું. તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરવું અને ખીરું જાડું રાખવું. હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરી ગરમ તેલમાં સ્વાદિષ્ટ ભજિયાં તળવા. યાદ રહે ખાવાનો સોડા ભજીયા તેલમાં મુક્તિ સમયે જ ઉમેરવા. આમ વારાફરતી બધા ભજીયા તૈયાર કરવા. તો તૈયાર છે ગરમા ગરમ અને ક્રિસ્પી મેથીના ભજીયા. ગરમા ગરમ ભજીયા ચટણી સાથે સર્વ કરવા વરસતા વરસાદમાં ભજીયા ખાવા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

મિર્ચીવડા બનાવવા માટે જરૂરી સામગ્રી: ઘોલર મોટા મરચાં 5 થી 7 નંગ, બાફેલા બટાકાનો માવો 3 નંગ, લીલાં મરચાંની પેસ્ટ અડધી ચમચી, લાલ મરચું પાઉડર અડધી ચમચી, હળદર પાવડર અડધી ચમચી, આખાં ધાણા 1 ચમચી, શેકેલા સીંગદાણાનો ભૂકો 1 ચમચી, લીંબુનો રસ અડધી ચમચી, આમચૂર પાઉડર અડધી ચમચી, મરી પાઉડર પા ચમચી, સમારેલી કોથમીર ભાજી 1 ચમચી, મીઠું સ્વાદાનુસાર, ખીરૂ તૈયાર કરવા માટેઃ ચણાનો લોટ એક કપ, કોર્નફ્લોર 2 ચમચી, લાલ મરચું પાઉડર અડધી ચમચી, હળદર પાવડર પા ચમચી, અજમો પા ચમચી , મરી પાઉડર પા ચમચી, બેકિંગ સોડા પા ચમચી, ઝીણી સમારેલી કોથમીર અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ મિર્ચી વડા બનાવવાની રીત : સૌપ્રથમ મરચાં ધોઈ, કાપા પાડી અને મરચાના બી કાઢી લેવા. હવે એક બાઉલમાં ખીરું બનાવવા માટેની સામગ્રી બધી ભેગી કરી બરાબર મિક્સ કરી લેવી. સ્ટફિંગ માટે તેની બધી સામગ્રી બરાબર મિક્સ કરી મરચાંમાં સ્ટફિંગ ભરી લેવું. હવે તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય એટલે ભરેલાં મરચાં ખીરામાં બોળી તળી લેવા . તો તૈયાર છે ગરમા ગરમ મિર્ચી વડા. આ મિર્ચી વડા ખજુર આંબલીની ચટણી સાથે ગરમા ગરમ પીરસવા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,870FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

buety tips

ચોમાસામાં કપડા ઘોયા પછી પણ કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ ટીપ્સ

ચોમાસાની ઋતુ શરુ થાય એટલે  મોટેભાગે ભેજને કારણે કપડામાંથી વાસ આવવા લાગે  છે. ઘણી વાર તો કપડા પર સફેદ દાગ પણ પડી જાય છે...

આ ૧ વસ્તુથી ત્વચા પર ખીલના ડાઘ-ધબ્બા ગાયબ થશે

આજના જમાના માં કોને સુંદર દેખાવું નથી ગમતું  પછી ભલે ને મહિલા હોય કે પુરુષ દરેક વ્યક્તિને પોતાનો ચહેરો સુંદર દેખાય એ માટે ખુબ...

thanda pina

ઉનાળાની સિઝનમાં બનાવો કેસર પીસ્તા આઈસ્ક્રીમ અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ

ઉનાળાની સિઝનમાં બનાવો કેસર પીસ્તા આઈસ્ક્રીમ બનાવવા માટે જરૂરી સામગ્રી: ૫૦૦ મી.લી દૂધ ૧ કપ દૂધની મલાઈ ૧૦૦ ગ્રામ કેસર પિસ્તા આઇસક્રીમ પાઉડર ૧...

મેંગો લસ્સી ઘરે બનાવવાની રેસીપી નોંધી લો

ગરમી ની ઋતુ માં કેરી ખાવાની બહુ જ મજા આવે પણ ગરમી પણ બહુ લાગે. એટલે આપણે ગરમી પણ દૂર કરી શકીએ...

masala

આ મસાલાની માત્ર ૧ ચમચી શાકમાં નાખી દો, બધા આંગળીઓ ચાટતા રહી જશે

દરેક મહિલાને દરોજ નવા નવા શાક બનાવવાની ખુબ માથાકૂટ રહેતી હોય છે જો તમે ઘરે બનાવેલ શાકમાં આ ઘરે બનાવેલ મસાલો ઉમેરી દેશો તો...

મસાલામાં થતી ભેળસેળ ઓળખવા માટેની સાચી ટીપ્સ | ઘરે બેઠા ઓળખો અસલી છે કે નકલી

ખોરાકનું નામ: ઘઉં, બાજરા તથા બીજા અનાજ | આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત ભેળસેળ કારાતુ તત્વ: અરગોટ...