વરિયાળી ભરેલાં ભીંડા | bharela shak | નવાબી દૂધી | ભરેલાં ટામેટાં | ચણાદાળ ભરેલા કારેલા | મસાલા શાક રેસીપી | masala shak | bharela shak no masalo

0

વરિયાળી ભરેલાં ભીંડા બનાવવા માટેની રેસીપી | ભરેલા ભીંડા | bharela bhinda | masala bhinda | bharela bhinda nu shaak | bharela bhinda nu shaak banavani rit | bharela bhinda nu shaak recipe | bharela bhinda nu shaak gujarati recipe | bharela bhinda nu shaak recipe | how to make bharela bhinda nu shaak | bhinda shaak gujarati recipe | masala lady finger

વરિયાળી ભરેલાં ભીંડા બનાવવા જરૂરી સામગ્રી :

  • ૨૦૦ ગ્રામ તાજા ભીંડા,
  • એક મોટો ચમચો વરિયાળીનો પાવડર અને એટલો જ આમચૂર પાવડર,
  • અડધી અડધી ચમચી હળદર અને લાલ મરચાંનો પાવડર,
  • એક ચપટી હિંગ,
  • નમક સ્વાદાનુસાર.
  • એક મોટો ચમચો તેલ.

વરિયાળી ભરેલાં ભીંડા બનાવવાની રીત : ભીંડા ધોઈને લુછી નાખો. બધા ભીંડામાં વચ્ચેથી ચીરા પાડો. બધા સુકા મસાલા સારી રીતે મિક્સ કરી તેમાં થોડું તેલ નાખો. આ મિશ્રણ ભીંડામાં સારી રીતે ભરી લો. નોનસ્ટિક પેન અથવા જાડા તળિયાવાળી કડાઈમાં તેલ નાખી હીંગનો વઘાર કરો. તેમાં ભીંડા નાખી એક-બે વખત હલાવી લો. ધીમી આંચ પર રાંધો. પરોઠા સાથે ગરમ ગરમ પીરસો.

નવાબી દૂધી બનાવવાની રીત | દૂધી નું શાક |

નવાબી દૂધી બનાવવા જરૂરી સામગ્રી :

  • એક નાની દૂધી,
  • પોણો કપ વટાણાં બાફેલાં,
  • અડધો કપ ખમણેલું ગાજર,
  • એક નાની ચમચી આદુમરચાંની પેસ્ટ,
  • પોણો કપ માવો ખમણેલો,
  • એક મોટો ચમચો ઝીણો સમારેલો સુકો મેવો,
  • એક ચપટી એલચી પાવડર,
  • અડધી ચમચી ગરમ મસાલો,
  • બે ચમચી તેલ,
  • નમક સ્વાદાનુસાર અને તેલ.

નવાબી દૂધી બનાવવાની રીત : દૂધીને ધોઈને છાલ ઉતરી લો. બંને બાજુથી કિનારી પાસેથી કાપી લો. સ્કૂપર વડે દૂધીનો અંદરનો ભાગ ખોતરીને કાઢી લોે. તેને નમક લગાવીને મુકી દો. કડાઈમાં તેલ ગરમ કરી આદુમરચાંની પેસ્ટ નાખો. તેમાં ગાજર, વટાણા અને માવો નાખી એક મિનિટ સુધી સાંતળો. નમક અને ગરમ મસાલો નાખી હલાવો. મિક્સ સુકો મેવો નાખી એક મિનિટ ઢાંકી રાખો. તૈયાર થયેલું મિશ્રણ દૂધીમાં ભરો.

કુકરમાં એક કપ પાણી નાખો. કુકરમાં જાળી મુકીને તેના પર દૂધી મુકી એક સિટી વગાવડાવો, ત્યારબાદ નોનસ્ટિક પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેની ઉપર કુકરમાંથી કાઢેલી દૂધી મુકી ચારે બાજુથી ફેરવો. સર્વિંગ ડીશમાં દૂધી મુકીને તેને સ્લાઈસની જેમ કાપો. નવાબી દૂધી ગરમ ગરમ પીરસો.

ભરેલાં ટામેટાં બનાવવાની રીત | મસાલા ટામેટા |ભરેલા શાકનો મસાલો | ભરેલા ભીંડા નું શાક | masala tamatar

ભરેલાં ટામેટાં બનાવવા જરૂરી સામગ્રી :

  • ૫-૬ કડક લાલ ટામેટાં,
  • એક મોટોે ચમચો ખમણેલું નાળિયેર,
  • અડધો કપ રાંધેલા ભાત,
  • એક મધ્યમ કદનો કાંદો ખમણેલો,
  • એક મોટોે ચમચો ઝીમી સમારેલી કોથમીર,
  • એક ચપટી કાળા મરીનો પાવડર,
  • નમક સ્વાદાનુસાર અને એક મોટો ચમચો માખણ.

ભરેલાં ટામેટાં બનાવવા રીત :

ટામેટાંને ધોઈને સ્વચ્છ કપડા વડે લૂછી નાખો. ત્યારબાદ ઉપરનો ભાગ સ્લાઈસની જેમ કાપીને અંદરનો ગર સ્કૂપર વડે કાઢી લો. કડાઈમાં માખણ ગરમ કરી ખમણેલો કાંદો નાખો. પારદર્શક થઈ જાય ત્યાં સુધી સાંતળ્યા પછી તેમાં ભાત અને ખમણેલું નાળિયેર નાખો. વધુ અડધી મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં કોેથમીર નાખી સારી રીતે હલાવી લો. હવે બ્રશ વડે ગર કાઢેલા ટામેટાંના અંદરના ભાગમાં માખણ લગાવો. બધા ટામેટામાં સાંતળેલું મિશ્રણ ભરો. બહારની બાજુ પણ માખણ લગાવો. ત્યાર પછી ગ્રીસીંગ કરેલા એક પોટમાં ટામેટાં રાખો. ટામેટાં ઉપરથી કાપેલી સ્લાઈસથી ટામેટાંને ઢાંકી દો. ત્યાર પછી કૂકરમાં અડધો કપ પાણી નાખી પોટ તેમાં મુકો. કુકર ગેસ પર મુકી પ્રેશર આવે એટલે ગેસ બંધ કરી દો. ત્યારબાદ કુકરને નળ નીચે મુકી દો જેથી વરાળ નીકળી જાય. કુકર ખોલીને ભરેલાં ટામેટાં ગરમ ગરમ પીરસો.

ચણાદાળ ભરેલા કારેલા બનાવવાની રીત

  • સામગ્રી : છ કારેલા,
  • અડધો કપ ચણાદાળ,
  • એક ચપટી હીંગ,
  • એક મોટો ચમચો વરિયાળીનો પાવડર,
  • એક મોટો ચમચો આમચૂર પાવડર,
  • અડધી ચમચી હળદર પાવડર,
  • અડધી ચમચી આદુ-મરચાંની પેસ્ટ,
  • નમક સ્વાદાનુસાર અને તળવા માટે તેલ.

રીત : કારેલાને સારી રીતે છોલીને તેની છાલ એકબાજુ મુકી રાખો. ત્યાર બાદ તેને વચ્ચેથી ચીરીને તેમાં નમક લગાવી અડધો કલાક મુકી રાખો. ચણાદાળને અડધો કલાક પલાળીને હળદર, નમક નાખી અડધીપડધી બાફી લો. ત્યાર પછી તેને અધકચરી પીસી લો. કારેલાની છાલને પણ નમક લગાવીને રાખો. કારેલાનો અંદરનો ગરપ ખોતરીને કાઢી લો. ત્યારબાદ કારેલાને ત્રણથી ચાર વખત ધોઈ નાખો. તેવી જ રીતે કારેલાની છાલને પણ ત્રણથી ચાર વખત ધુઓ. કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી હીંગનો વઘાર કરો. તેમાં અધકચરી પીસેલી દાળ અને કારેલાની છાલ નાખી હલાવો. તેમાં હળદર, આદુમરચાંની પેસ્ટ નાખી સારી રીતે હલાવો. ત્યારબાદ તેમાં આમચૂર પાવડર અને નમક નાખી હલાવી લો. તૈયાર થયેલી સામગ્રી બધા કારેલામાં ભરી તેને દોેરા વડે બાંધી દો. તેલ ગરમ કરી તેમાં ભરેલા કારેલાં તળી લો. પરોઠા સાથે ગરમ ગરમ પીરસો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here