શનિવારની રેસીપી નોંધી લો | શનિવાર માટે સવારનો નાસ્તો , બપોરનું મેનુ | સાંજનો ભોજન

0

મિત્રો આજે આમે લઈને આવિયા છીએ શનિવારે બનાવવા માટે રસોઈ મેનુ જેમ કે સવારના નાસ્તામાં મેંદુવડા, બપોરના ભોજનમાં અડદની દાળ અને સાંજના ભોજનમાં મોમોસ

સવારનો નાસ્તો બનાવવાની રીત : breakfast recipe | morning recipe | મેંદુવડા બનાવવાની રીત | menduvada bnavvani rit

મેંદુવડા બનાવવા જરૂરી સામગ્રી

  1. વડા બનાવવા માટે ચાર વાટકી અડદની દાળ
  2. જરૂર મુજબ પાણી
  3. અડધી ચમચી આદુ મરચાની પેસ્ટ
  4. સાતથી આઠ લીમડાના પાન ક્રશ કરેલા
  5. અડધી ચમચી અધકચરો મરી પાવડર
  6. સ્વાદ મુજબ મીઠું
  7. પા ચમચી હિંગ
  8. તળવા માટે તેલ જરૂર મુજબ
  9. સંભાર બનાવવા માટે_બે વાટકી તુવેરની દાળ
  10. 1 બાફેલું બટેટુ બારીક સમારેલું
  11. અડધી ચમચી આદુ મરચાની પેસ્ટ
  12. 2 ચમચી સંભાર મસાલા
  13. ચારથી પાંચ લીમડાના પાન
  14. 1 સૂકું લાલ મરચું
  15. અડધી ચમચી હળદર
  16. 1 ચમચી બારીક સમારેલો ગોળ
  17. વઘાર માટે_ત્રણ ચમચી તેલ
  18. અડધી ચમચી રાઈ
  19. પા ચમચી હિંગ
  20. 1 બારીક સમારેલું ટામેટું
  21. 1 બારીક સમારેલો કાંદો
  22. અડધી ચમચી લાલ મરચું પાવડર
  23. ચટણી બનાવવા માટે-એક વાટકો બારીક સમારેલી કોથમીર
  24. 2 લીલા મરચા બારીક સમારેલા
  25. 1 આદુનો ટુકડો બારીક સમારેલો
  26. ત્રણથી ચાર કડી લસણ બારીક સમારેલું
  27. 2 ચમચી બારીક સેવ
  28. સ્વાદ મુજબ મીઠું
  29. જરૂર મુજબ પાણી

મેંદુવડા બનાવવા માટેની રીત:

સૌપ્રથમ અડદની દાળને બે થી ત્રણ વખત પાણીથી ધોઈ જરૂર મુજબ પાણી નાખી ઢાંકીને પાંચથી છ કલાક માટે પલાળીને રાખો ત્યારબાદ મિક્સર જારમાં લઈ તેને સ્મૂથ પીસી લો એક બાઉલમાં લઈ તેમાં આદુ-મરચાની પેસ્ટ મરી પાવડર લીમડાના પાન ક્રશ કરેલા મીઠું હીંગ નાખી બરાબર મિક્સ કરી લો

અને કડાઈમાં તેલ ગરમ મૂકી વડાને બંને બાજુથી ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો

સંભાર બનાવવા માટે તુવેરની દાળને બે થી ત્રણ વખત ધોઈ જરૂર મુજબ પાણી નાખી ચારથી પાંચ સીટી વગાડી લો અને થોડું ઠંડુ થાય પછી તેને બોસની મદદથી બરાબર ગ્રાઇન્ડ કરી લો ત્યારબાદ તેમાં બાફેલું બટેટુ હળદર મીઠું સંભાર મસાલો ગોળ લીમડાના પાન નાખી મીડીયમ ગેસ ઉપર દાળને ઉકળવા મૂકી દો અને વઘારિયામાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ સંતળાઈ પછી તેમાં હિંગ કાંદા ટમેટા અને લસણને બે મિનિટ માટે સાંતળી તેમાં લાલ મરચું ઉમેરી વઘારને સંભારમાં રેડી દો

અને બરાબર મિક્સ કરી લો અને એક મિનિટ માટે ઉકળે પછી ગેસ બંધ કરી દો તો હવે આપણો ટેસ્ટી સંભાર બનીને તૈયાર છે ગ્રીન ચટણી બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર મરચા આદુ સેવ નાખી એકવાર ક્રશ કરી લો. ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી પાછું એકવાર સ્મુધ પીસી લો તો હવે આપણી ચટણી બનીને તૈયાર છે

બપોરનું ભોજન બનાવવાની રીત | lunch recipe : અડદ દાળ અને રોટલો અથવા રોટલી | adad ni dal | adad ni dal recipe

અડદની દાળ બનાવવા જરૂરી સામગ્રી

  • ૧ કપ અડદની દાળ
  • ૧ ચમચી મગની પીળી દાળ
  • ૩ ચમચી તેલ
  • ૧/૨ ચમચી રાઈ જીરુ
  • ૧/૪ ચમચી હિંગ
  • ૨ ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ નંગ ટામેટું
  • કોથમીર

અડદની દાળ બનાવવા માટેની રીત:

સૌપ્રથમ બંને દાળને મિક્સ કરી ધોઈને અડધા કલાક માટે પલાળી રાખો. પછી કુકરમાં દાળ જરૂર મુજબ પાણી મીઠું અને હળદર નાખીને 4 થી 5 સીટી વગાડીને દાળને બાફી લો

ટામેટાને સમારી લો વઘાર માટે તેલ ગરમ કરો પછી તેમાં રાઈ જીરૂ તતડાવો પછી તેમાં હિંગ આદુ-લસણ મરચાની પેસ્ટ અને સમારેલું ટામેટું નાખીને ટામેટાને સોફ્ટ થવા દો પછી તેમાં લાલ મરચું પાઉડર નાખીને બાફેલી દાળ નાખીને મિક્સ કરી લો બેથી ત્રણ મિનિટ માટે દાળને ઉકાળીને ગેસ બંધ કરી લો. કોથમીર નાખીને દાળને સર્વ કરો

સાંજનું ભોજન બનાવવાની રીત | dinner recipe | શનિવારે સાંજે બનાવો મોમોસ

મોમોસ બનાવવા માટે જરૂરી સામગ્રી

  1. 1 વાટકી ખમણેલી કોબીજ
  2. એકવાટકી ખમણેલુ ગાજર
  3. એકવાટકી ખમણેલી ડુંગળી
  4. 1 વાટકી ખમણેલુ કેપ્સીકમ
  5. 1 ચમચી મીઠું
  6. આઠલસણની કળી ઝીણી સુધારીને
  7. 1 ચમચી લીલામરચાની પેસ્ટ
  8. 1 ચમચી માખણ
  9. 1/4 ચમચી મરીપાવડર
  10. 1 ચમચી ચાટ મસાલો મનમુજબ
  11. ધાણાભાજી
  12. 1 વાટકી મેંદો
  13. 2 ચમચી તેલ
  14. 1/2 ચમચી મીઠું

મોમોસ બનાવવા માટેની રીત:

પેલા ગાજર,કોબીજ,ડુગરીને મિકસકરી તેમા મીઠું નાખી દસમિનિટ રાખીદેવુ એક મલમલના કપડામા ગાજર કેપ્સીકમ કોબીજ, ડુંગળી મિકસકરી બને એટલુ પાણી દબાવી ને કાઢીલેવુ તેમા માખણ મીઠું મરીપાવડર પનીર નાખી બધુ મિકસકરવુ મેદાનાલોટમા મોણનાખી રોટલીનો લોટ બાધી મસરી મનમુજબ પૂરી વણી તેમા મિક્સ વેજીટેબલ નાખી ધીમાધીમે પાટલી વારી પાક કરવુ પછી વરાળમા બાફવા મુકવી તૈયાર

આ પણ વાંચો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here