શીતળા, શીળસ, ચામડીની ફોડલીઓ દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

શાક લગભગ બધાં જ શાક ભારે, વાયુ અને કબજીયાત કરનારાંં હોય છે. આ દુર્ગુણો દુર કરવા તેને તેલમાં જીરુ અને હીંગ નાખી વઘારીને જ ખાવાં જોઈએ. શાક ચડી રહ્યા પછી તેમાં મીઠું, ખટાશ અને હીંગનું પાણી નાખવું જોઈએ.ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

શીતળા આમલીના કચુકા અને હળદરનું ચુર્ણ ઠંડા પાણી સાથે પીવાથી શીતળાનો રોગ થતો નથી.કારેલીના પાનનો રસ હળદર મેળવીને પીવાથી શીતળાના રોગમાં ફાયદો થાય છે.

બોરડીના પાનનો રસ ભેંસના દુધ સાથે લેવાથી શીતળાનો રોગ ઓછો થઈ જાય છે.બોરડીનાં પાનનો ૬-૬ ગ્રામ કલ્ક બબ્બે ગ્રામ ગોળ મેળવી ખાવાથી બે-ત્રણ દીવસમાં જશીતળા શાંત થવા માંડે છે.સોપારીનો બારીક ભુકો કરી પાણી સાથે લેવાથી શીતળાનું વીષ શરીરની  બહાર નીકળી જાય છે.

શીમળો શીમળાને તીક્ષ્ણ લોખંડ જેવા કાંટા હોય છે, લાલ ચોળ ફુલ હોય છે, અને ઘેરાં લીલાં પાન હોય છે. એની છાલ માંના ચીકણા રસમાંથી લાલ ગુંદર થાય છે જેને મોયરસ કહે છે.શીમળાના ફુલનું શાક સીંધવ અને ઘીમાં વઘારીને ખાવા થી કષ્ટસાધ્ય પ્રદર, રક્તપીત્ત પ્રદર અને કફનો નાશ થાય છે.

શીમળાનાં સુકવેલાં મુળને શેમુર મુસળી કહે છે. આ મુસળીનું અડધી ચમચી ચુર્ણ, એક ચમચી સાકર અને એક ચમચી ગાયનું ઘી એક ગ્લાસ દુધમાં નાખી ગરમ કરી દરરોજ રાત્રે પીવાથી શીઘ્ર સ્ખલનની તકલીફ મટે છે.એક ચમચી શીમળાની છાલ છાસમાં લસોટી તાજેતાજી સવાર સાંજ પીવાથી અતીસાર, સંગ્રહણી અને જુનો મરડો મટે છે.શીમળાની છાલનું ચુર્ણ અડધી ચમચી, એક ચમચી મધ અને એક ચમચી સાકર રોજ રાત્રે લેવાથી શરીર બળવાન બને છે.

શીરીષ એનાં પાન કુવાડીયા જેવાં અને ફુલ એક કલગી જેવું અનેક પુંકેસરોનું બનેલું અત્યંત મૃદુ હોય છે. એ એટલું કોમળ હોય છે કે અડવાથી ખરી જાય છે. ફુલ સફેદ, પીળાં, લાલ એમ વીભીન્ન રંગનાં અત્યંત સુગંધીત હોય છે. કોઈ પણ જાત ના ઝેરમાં શીરીષની અને સાદડની છાલનું એક એક ચમચી ચુર્ણ ઠંડા પાણી સાથે લેવું.

શીળસ શીતપીત્તને શીળસ કે શીળવા પણ કહે છે.૫-૫ ગ્રામ આદુનો રસ અને મધ પીવાથી અને આખા શરીરે અડાયાં છાણાની રાખ ચોપડી કામળો ઓઢી સુઈ જવાથી શીતપીત્ત (શીળસ) મટે છે.અજમો અને ગોળ ખાવાથી શીતપીત્ત (શીળસ) મટે છે.

દુધીનો રસ કાઢી થોડા મધ કે સાકર સાથે લેવાથી શીળસ મટે છે.મરીનું ચુર્ણ ઘી સાથે ચાટવાથી તેમ જ ઘીમાં મરી વાટીને લેપ કરવાથી શીળસ મટે છે.

શીળસ-શીળવાના દર્દીએ અરણીનું મુળ પાણીમાં ઘસીને એક ચમચીજેટલું એટલાજ ઘીસાથે પીવું.૧૦૦ગ્રામ કોક મને પાણી માં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરુ અને ખાંડ નાખી પીવાથી શીળસ મટે છે.

ચારોળી દુધમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે.અડાયા છાણાની રાખ શરીરે લગાડીઓઢીને સુઈ જવાથી શીળસ મટે છે.

ચામડીની ફોડલીઓ સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતી  નાની નાની ફોડલીઓ મટે છે.અળાઈ થતી હોય તો દહીં કે લીંબુનો રસ લગાડી થોડી વાર પછી ધોઈ નાખવાથી ફાયદો થાયછે દુધ કે દુધમાંથી બનાવેલું ક્રીમ ચામડી પર લગાડ વાથીએને પોષણ મળે છે.તેલમાલીશ કર્યા પછી હળદર ઘસવા થી ચામડી નો રંગ ઉઘડે છે.સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ

Leave a Comment