ચુરમાના લાડવા, રવાના લાડવા, બેસનના લાડુ, મમરાના લાડવા, મોતીચુરના લાડુ

ચુરમાના લાડવા બનાવવા માટેની સામગ્રી: ૨ વાટકા ઘઉં નો જાડો લોટ, ૧+૧/૨ વાટકો ગોળ, તળવા માટે, ઘી, ૧/૨ વાટકો દૂધ

ચુરમાના લાડવા બનાવવા માટેની રેસીપી: ઘઉં ના લોટ માં ઘી નું મોણ નાખી દુધ થી કઠણ લોટ બાંધવો, મુઠીયા વાલી ઘી માં મધ્યમ ગૅસ પર તળી લેવા, ઠંડા પડે એટલે વાટી લેવા, ઘી માં ગોળ નાખી પાઇ કરવી અને વાટેલા ચુરમા માં નાખવા, લાડવા નો શેપ આપવા

રવાના લાડવા બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ બાઉલ કોપરા નુ છીણ, ,૧ બાઉલ સુજી અથવા રવો, ૧ બાઉલ ખાંડ, ૧ બાઉલ માવો, ૨ ટેબલસ્પૂન ઘી,૧ ચમચી ઈલાયચી પાઉડર, ૧ ચપટી લીલો ફૂડ કલર

રવાના લાડવા બનાવવા માટેની રીત: એક કડાઈમાં ઘી ગરમ મુકો, ઘી ગરમ થાય એટલે તેમાં રવો નાખી ધીમા તાપે શેકો, રવો શેકાઇ જાય પછી એક કડાઈમાં ખાંડ લો, એમા ૨૫ મીલી પાણી નાખી ધીમા તાપે હલાવી ને એક તાર ની ચાસણી કરવી, ચાસણી થાય એટલે તેમાં દુધ માં પલાળી રાખેલ ફૂડ કલર નાખવો, ત્યાર બાદ તેમાં રવો નાખી બરાબર મિક્સ કરો, ત્યાર બાદ તેમાં કોપરાનું છીણ નાખી બરાબર મિક્સ કરો, ગેસ બંધ કરી ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરો, બરાબર મિક્સ થઈ જાય પછી આ મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લો.., (વધારે વખત ગરમ કડાઈમાં રહે તો મિશ્રણ કડક થઇ જાય તો લાડુ બરાબર ન વાળી શકાય) પછી તેને એકસરખા ભાગમાં વહેંચી લાડુ વાળવા. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ.

મોતીચુર લાડુ બનાવવા જરૂરી સામગ્રી: 1/2 કપ ચણા ની દાળ, 1/2 કપ ખાંડ, 1/3 કપ પાણી(ચાસણી માટે), 1 કપ ઘી (તળવાં માટે), ચપટી પીળો ફૂડ કલર, 1/4 ચમચી ઇલાયચી પાઉડર, 2-3 ચમચી કિસમીસ, 1/2 ચમચી પિસ્તા, 1/2 ચમચી કાજુ, 1/2 ચમચી મગજતરી નાં બી, 1/2 ચમચી લીલા મગજતરી નાં બી

મોતીચુરના લાડુ બનાવવા માટેની રીત: સૌપ્રથમ ચણા ની દાળ ને 2 વખત ધોઈ 5-6 કલાક પલાળવી…બાદ ગ્રાઈન્ડર માં કોરી જ કરકરી પીસી લો. પેન માં ઘી ગરમ કરવા મૂકો. હાથે થી થેપી થેપલી તૈયાર કરો.મિડીયમ તાપે તળવું…ઠંડું થવા દો.તે પેન માં કિસમીસ, કાજુ-પિસ્તા ઘી માં શેકી લો. મગજતરી નાં બી શેકવાં. પેન માં ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી દોઢ તાર ની બનાવવી. ચાસણી માં પીળો ફૂડ કલર ઉમેરી મિક્સ કરો.થેપલી ને ગ્રાઈન્ડર માં કરકરુ પીસી લો.

બેસન લાડુ બનાવવા જરૂરી સામગ્રી: ૧ કપ ચણા નો લોટ, ૧/૪ કપ ઘી, ૧/૨ કપ દળેલી ખાંડ, ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર, ૧ ચમચી બદામ ની કતરણ, ૧ ચમચી પિસ્તા સજવા માટે, ૨ ચમચી ઝીણા સમારેલા કાજુ

બેસન લાડુ બનાવવા માટેની રીત: એક પરાત કે થાળી મા ચણા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો. અને તેને એક સાઈડ મા રાખી લ્યો. ચણા નો લોટ ને ચાળવા થી તેમા કોઈ ગાઠ હશે તો તે દુર થઈ જાશે અને લોટ એક સરખો થઈ જાશે. એક ભારે તળીયા વાળા કડાઈ કે લોયા મા ધીમી આચ ઉપર ઘી ને ગરમ કરો. અને જ્યારે ઘી થોડુ ગરમ થઈ ને પીગળી જાય ત્યારે તેમા ચાળેલો બેસન (ચણા નો લોટ) ને નાખો. આને સારી રીતે ચમચા થી મીક્સ કરી લ્યો. લગાતાર ચમચા થી હલાવતા આને ભુરા સોનેરી રંગ થાય ત્યા સુધી રાખો. જ્યારે બેસન સારી રીતે શેકાય જાય ત્યારે તેમા સારી સુગંધ આવા લાગે છે. અમા લગભગ ૮ થી ૧૦ મીનીટ નો સમય લાગી શકે છે. ગેસ ને બંધ કરી લ્યો ઇલાયચી પાઉડર ને નાખી ને સારી રીતે મીક્સ કરી લ્યો. તમે તેમા કાજુ ના નાના ટુકડા ને પણ તેમા મીક્સ કરી ને નાખી શકો છો. અને પછી આ મીશ્રણ ને સારી રીતે મીક્સ કરી લ્યો. આ મીશ્રણ ને એક મોટી થાળી મા કાઢો (થાળી મા કાઢતા પહેલા તેમા થોડુ ઘી ગરમ કરી ને લગાડો જેથી આ મીશ્રણ થાળી મા ચોટશે નહી) અને આ મીશ્રણ ને ૮ થી ૧૦ મીનીટ સુધી ઠંડુ થવા દો. જ્યારે આ મીશ્રણ થોડુ ગરમ હોય ત્યારે તેમા દળેલી ખાંડ ને નાખો. મીશ્રણ ને થોડુ મધ્યમ ગરમ હોય ત્યારે જ આ દળેલી ખાંડ નાખો. હવે આ મીશ્રણ ને સારી રીતે મીક્સ કરી લ્યો. આ મીશ્રણ ને બરાબર ૮ ભાગ કરી લ્યો. અને આ ભાગ માથી ગોળ લાડુ બનાવી લ્યો. તમારા હાથ થી બરાબર વાળી ને આ લાડુ બનાવો. આ તેયાર લાડુ ને એક ડીશ મા રાખો અને તેની ઉપર સુધારેલી બદામ અને પીસ્તા ને નાખો અને હાથે થી દબાવો. હવે આ લાડુ ને મધ્યમ તાપમાન ઉપર ઠંડા થવા દો. આ ચણા ના લોટ ના લાડુ ને એક બંધ ડબ્બા મા રાખો અને નમકીન નાસ્તા ની સાથે પીરસો. નોંધ :- ચણા નો લોટ ના (બેસન) ના લાડુ ને વધારે સ્વાદીષ્ટ બનાવા માટે સલાહ અને વિવિધતા ચણા ના લોટ ના લાડુ ને વધારે સ્વાદિષ્ટ બનાવા માટે 1/2 કપ મોટો જાડો દળેલો બેસન અને 1/2 કપ જીણો બેસન વાપરો. આના થી લાડુ વધારે સ્વાદીષ્ટ થાશે.

મમરાના લાડવા બનાવવા માટે જરૂરી સામગ્રી: 250 ગ્રામ મમરા, 150 ગ્રામ ગોળ, 3 ચમચી ઘી

મમરાના લાડવા બનાવવા માટેની રીત: સૌ પ્રથમ પેન 1 ચમચી ઘી મૂકી પ્લેન મમરા ધીમા ગેસે સેકવા. પછી 1 પેન માં 2 ચમચી ઘી મૂકી 150 ગ્રામ ગોળ ઉમેરી ધીમા ગેસે 5 સુધી તેને હલાવો. ત્યારબાદ તેમાં શેકેલા મમરા નાખી ને બધું મિક્ષ થાય ત્યાં સુધી ધીમા ગેસે હલાવો. હવે તેને ગેસે થઈ નીચે ઉતારી ને મમરા ના લાડુ વાળી લેવા.અથવા એક થાળી માં ઘી લગાવી ને મમરા ને ઢાળી દેવા

Leave a Comment