મગની દાળનો શીરો

0

ઈન્સ્ટન્ટ છતાં સ્વાદિષ્ટ મગની દાળનો શીરો કેવી રીતે બનાવશો?મગની દાળ (મોગર)ને ધોઈને પાણી નિતારીને સરખા પ્રમાણમાં ઘી લઈ તેમાં શેકો. ઠંડી થયા બાદ તેને મિક્સીમાં કરકરી પીસી લો. આ દળેલી દાળ શીરા માટે ઘીમાં ફક્ત 5-10 મિનિટમાં શેકાઈ જાય છે.  ત્યારબાદ સ્વાદાનુસાર સાકર ઉમેરો.મગની ડાળનો શીરો બનાવવા જરૂરી સામગ્રી100 ગ્રામ ક્રશ કરેલી મગની દાળ (ફોતરા વિનાની), 75 ગ્રામ ઘી, 75 ગ્રામ ખાંડ, 1 કપ દૂધ, 1.5 કપ પાણી, એલચી પાવડર, બદામ-પિસ્તાની કતરણ મગની દાળનો શીરો બનાવવા માટે પહેલા તો ધ્યાન રાખો કે દાળ બરાબર ક્રશ થય ગઈ છે નહિ

રીત-એક પેનમાં ઘી ગરમ થાય ત્યાર બાદ ક્રશ કરેલી મગની દાળને લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સતત શેકતા રહો. હવે એમાં ગરમ કરેલું દૂધ અને પાણી ઉર્મેયા બાદ ખાંડ નાખો. શીરાને એકસરખો હલાવતા રહો. ઘી છૂટવા માંડે એટલે એમાં એલચીનો પાઉડર અને થોડી બદામ-પિસ્તાંની કતરણ મિક્સ કરી લો. સર્વિંગ બાઉલમાં શીરો સર્વ કરો ત્યારે બાકીની બદામ અને પિસ્તાંની કતરણ વડે ગાર્નિશ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here