આ મસાલાની માત્ર ૧ ચમચી શાકમાં નાખી દો, બધા આંગળીઓ ચાટતા રહી જશે

0

દરેક મહિલાને દરોજ નવા નવા શાક બનાવવાની ખુબ માથાકૂટ રહેતી હોય છે જો તમે ઘરે બનાવેલ શાકમાં આ ઘરે બનાવેલ મસાલો ઉમેરી દેશો તો ઘરના બધા લોકો આંગળીઓ ચાટતા રહી જશે તો આવો સૌ સાથે મળીને બનાવીએ શાકમાં નાખવાનો ગરમ મસાલો  બનાવવા માટે જરૂર સામગ્રી :

 • ૨ કપ ધાણા
 • ૧ કપ જીરૂ
 • ૨ ચમચા તલ
 • ૨ ચમચા ખસખસ
 • ૨ ચમચા વરીયાળી
 • ૧ ચમચો અજમો
 • ૧ ચમચો શાહજીરુ
 • ૧/૨ ચમચી મેથી
 • ૧ ચમચો તજ
 • ૧ ચમચો લવીંગ
 • ૨ ચમચા કાશ્મીરી લાલ મરચું
 • ૨ ચમચી સુંઠ પાઉડર
 • ૧ ચમચો સંચળ પાઉડર
 • ૧ ચમચો આમચુર પાઉડર
 • ૬ નંગ લાલ સુકા મરચા
 • ૧ ચમચી નાની ઇલાયચી
 • ૪ નંગ મોટી ઇલાયચી
 • ૪ નંગ સ્ટાર ફુલ
 • ૧ ચમચી જાવંત્રી
 • ૧ ચમચો મરી
 • ૧ ચમચો સીંધા મીઠું
 • ૨ નંગ તેજ પત્તા
 • થોડા સુકા મીઠા લીમડાના પાન

ગરમ મસાલો બનાવવાની રીત  (Garam Masalo bnavvani rit)

સૌપ્રથમ માપ પ્રમાણે ગરમ મસાલા માટેની બધી જ સામગ્રી એકત્રિત કરવી. અને step by step ગેસ ઉપર slow flame રાખી પેનમાં બધુ ડ્રાયરોસ્ટ કરવું સૌ પ્રથમ ધાણા-જીરુ ડ્રાયરોસ્ટ કરવા. ત્યારબાદ તજ,લવિંગ, નાની મોટી ઈલાયચી,સ્ટાર ફુલ, જાવંત્રી,મરી આ બધું જ એકસાથે ડ્રાયરોસ્ટ કરવું. ત્યારબાદ તલ,ખસખસ,વરિયાળી, અજમો, શાહજીરુ, મેથી આ બધી વસ્તુ સાથે ડ્રાય રોસ્ટ કરવી. ત્યારબાદ લાલ સુકા મરચા, તેજ પત્તું-સુકુ, સુકો મીઠો લીમડો ડ્રાયરોસ્ટ કરવા. હવે દરેક વસ્તુ ડ્રાયરોસ્ટ થઈ જાય અને ઠરી જાય પછી મિક્સર જારમાં દરેક વસ્તુ પીસવા. અને બાઉલમાં કાઢીને ચાળવી ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું,સંચળ પાઉડર, આમચૂર પાઉડર, સીંધવ મીઠું નાંખી ચમચાથી વધુ સારી રીતે મિક્સ કરવું અને ફરી એકવાર થોડુ ચર્નકરી બધું ચાળવુ. તૈયાર છે homemade ગરમ મસાલો જેનો ટેસ્ટ કંઇક અલગ જ છે…

પંજાબી ગરમ મસાલો બનાવવા માટે

 • 1 મોટી ચમચી આખા ધાણા
 • 2 મોટી ચમચી આખુ જીરુ
 • 10-12 આખા લાલ મરચા
 • 1 નંગ એલચો
 • 2 નંગ એલચી
 • 1 નાની ચમચી આખા મરી
 • 10-12 લવીંગ
 • 1 નંગ જાવંત્રી
 • 2 નંગ તજ
 • 1/4 નાની ચમચી હળદર
 • 1/4 નાની ચમચી મીઠું
 • 1/2 નાની ચમચી લાલ મરચુ પાવડર

પંજાબી ગરમ મસાલો બનાવવા માટેની રીત: પંજાબી મસાલો બનાવા માટે બધા ખડા મસાલા તૈયાર કરો એક કડાઈ મા પહેલા આખા ધાણા શેકો ત્યારબાદ જીરુ શેકો પછી સૂકા લાલ મરચા શેકવા બઘુ એકસાથે શેકવુ નહી હલકુ ગરમ થાય એવુ જ શેકવાનુ છે ત્યારબાદ તજ લવીંગ અને મરી સાથે શેકવુ શેકાયેલા બધા મસાલ તેમજ એલચી એલચો અને જાવંત્રી એક પ્લેટમા લો મસાલા થરે પછી મિક્ષર મા ક્રશ કરો અધકચરા ક્રશ થયા બાદ તેમા હળદર મરચુ અને મીઠું એડ કરી ફરી ક્રશ કરો એકદમ બારીક થાય ત્યાં સુધી કરવુ તૈયાર છે પંજાબી ગરમ મસાલો એરટાઈટ બોટલ મા ભરવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here