ઉપયોગમાં આવે તેવી રસોઈ ટિપ્સ

0

રસોઈટિપ્સ [ 1 ] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે . [ 2 ] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ , ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે .

3 ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે [ 4 ] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે .

[ 5 ] ભાત બનાવતી વખતે તેમાં લીંબુ ના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે . અને તેમાં એક ચમચી તેલ અથવા ઘી નાખવાથી દાણા અલગ – અલગ રહેશે . [ 6 ] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે .

[ 7 ] પૂરીનો લોટપાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે . [ 8 ] મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે . [ 9 ] ચણા પલાળતાં ભુલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે – ચાર ટૂકડા મૂકી દોતો ચણા જલદી બફાશે . [ 10 ] બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક , તાજા અને કરકરા થશે .

[ 11 ] વેફરને છૂટી કરવા કેળાં – બટાટાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરવો અને પછી તળવી .

[ 12 ] દાળ – ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી – પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટ નહિ . [ 13 ] પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણારવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરીફૂલશે . [ 14 ] ઈડલીનું ખીરુંજો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડુ બનશે અને ખીરાથી ઈડલી મુલાયમ પણ બને છે . [ 15 ] સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ ફૂલેલાં બનશે .

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

આ પણ વાંચો

માર્કેટ જેવી એકદમ પાતળી અને ક્રિસ્પી ચીકી બનાવવાની રીત

રસોઈનો સ્વાદ વધારવા અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here