દરેક મહિલાને કામમાં આવે તેવી સિક્રેટ ટિપ્સ | હેલ્થ ટિપ્સ | કિચન ટિપ્સ | રસોઇ ટિપ્સ

0

ટામેટાની આસાનીથી છાલ કાઢવા માટે આટલું કરો ટામેટાંની માત્ર છાલ કાઢવી હોય તો એની ઉપર ખૂબ ગરમ પાણી રેડવાથી છાલ નીકળી જશે.

કબાટમાં થતાં જીવજંતુ થી બચવા માટે લીંબુની છાલ તડકામાં સૂકવીને લાકડાના કબાટમાં મૂકી રાખવાથી જીવજંતુ નહીં થાય.

કાચના વાસણમાંથી ડાઘ કાઠવા માટે કાચના વાસણમાં ડાઘ પડયા હોય તો બે લિટર ગરમ પાણીમાં થોડાક કોસ્ટિક સોડા નાંખી રાતભર ડાઘાવાળા વાસણમાં રાખી સવારે ચોખ્ખા પાણીથી ધોઈ નાંખવાં.

મારબલને ચકચકીત સાફ કરવા માટે મારબલ ચકચકિત રાખવા પાણીમાં થોડું ઘાસતેલ મેળવી તેમાં કપડું પલાળી નીચોવી લૂછવું.

કપડાં પર પડેલા ચા ના ડાઘ દૂર કરવાં માટે લીંબુના રસમાં મીઠું નાંખીને ઘસવાથી કપડા પર પડેલા ચાના ડાઘ દૂર થાય છે.

કાતરની ધાર ઘરે કાઢવા માટે કાતરની ધાર કાઢવા કાચ પેપર કાપો. તેને ધાર આપો આપ આવી જશે.

કપડા પર થયેલ શાહી ના ડાઘ આસાનીથી કાઢવા માટે કપડા પર શાહીના ડાઘ પડયા હોય તો તેના ઉપર ટામેટાનો રસ ઘસવાથી નીકળી જશે.

રસોઈ બનાવતા દાઝી જાવ તો આ કામ કરો ફોલ્લો નહિ થાય દાઝ્યા પર બરફ ઘસવાથી બળતરામાં રાહત થશે અને ફોલ્લા થશે નહિ.

કપડામાંથી કલર જતો હોય તો કપડાં ધોતી વખતે પાણીમા નાખી દો આ વસ્તુ કપડાંનો રંગ ઝાંખો નહી પડે પાણીમાં થોડીક ફટકડી ભેળવી, તે પાણીથી રંગીન કપડાં ધોવાથી કપડાંનો રંગ ઝાંખો પડતો નથી.

ઘી ને વધારે સમય થાય એટલે દુર્ગંધ આવે છે ઘી ગરમ કરતી વખતે નાખો આ વસ્તુ ઘી લાંબો સમય સુધી તાજુ રહેશે ઘીમાં થોડા મેથીના દાણા ભેળવીને રાખવાથી ઘી લાંબો સમય તાજું રહેશે.

કપડાં પર થયેલ ફાકી(મસાલા)ના ડાઘ દૂર કરવા માટે કપડાં પર દહીં ઘસવાથી કાથાના ડાઘ નીકળી જશે.

ગરમ પાણી નો શેક કરતી વખતે ગરમ પાણી લાંબો સમય સુધી ગરમ પાણીથી કોથળીનો શેક કરતી વખતે ગરમ પાણી ભરતી વખતે કોથળીમાં એક ચપટી મીઠું નાંખવાથી પાણી લાંબા સમય સુધી ગરમ રહેશે.

મોંમાંથી આવતી વાસ બાંધવા માટે મોંમાંથી વાસ આવતી હોય તો જમ્યા બાદ બંને વખત બ્રશ કરવું. ચોકલેટ કે મીઠાઈનો ત્યાગ કરવો. બને તો ભોજન બાદ ફળ ખાવાં. ટામેટાં, ગાજર, સફરજન, સંતરા વગેરે ખાવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે.

ચાંદીના કોઈ પણ દાગીનાને ફળોની ખટાશથી દૂર રાખવા. નહિંતર એની ખટા શના કારણે દાગીના લીલા પડી જશે

રસોઈ બનાવતા દાઝી જાવ તો આ કામ કરો ફોલ્લો નહિ થાય | મોંમાંથી આવતી વાસ બાંધવા માટે | કપડામાંથી કલર જતો હોય તો કપડાં ધોતી વખતે પાણીમા નાખી દો આ વસ્તુ કપડાંનો રંગ ઝાંખો નહી પડે | ટામેટાની આસાનીથી છાલ કાઢવા માટે | કબાટમાં થતાં જીવજંતુ થી બચવા માટે | કાતરની ધાર ઘરે કાઢવા માટે | કપડા પર થયેલ શાહી ના ડાઘ આસાનીથી કાઢવા માટે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here