દરેકને કામમાં આવે તેવી કિચન માટેની સિક્રેટ ટીપ્સ | હેલ્થ ટીપ્સ | રસોઈ ટીપ્સ | ઘરગથ્થુ ટીપ્સ

0

મરડો થયો હોય અને મરડો મટાડવા માટે મરડો થયો હોય તો સફરજન કે દાડમનો રસ પીવાથી મરડામાં રાહત થાય છે

ઘણી વખતે બટાટા બાફતી વખતે બટાટા ફાટી જતા હોઈ છે આથી બટાટા નો સ્વાદ ફરી જાય છે આથી બટાટા બાફતી વખતે આટલું કરો બટાટા ફાટશે નહિ બટાટા બાફતી વખતે પાણીમાં થોડું મીઠું નાંખી દેશો તો બટાટા ફૂટશે નહિ.

કપડા પરથી ચાના ડાઘ કાઢવા માટે કપડા પર ચા ઠોળાઈ પછી ચા ના ડાઘા કપડામાંથી ઝડપથી નીકળતા નથી આથી કપડા પર ચા પડે એટલે તરત આ કામ કરો ચા પીતી વખતે કપડાં પર ચા ઢળી જાય તો એની પર તરત જ ટેલ્કમ પાવડર છાંટો.

કાચના વાસણમાં ગરમ વસ્તુ રેડતાં પહેલાં ધાતુની ચમચી વાસણમાં મૂકી રાખો. આથી વાસણ તૂટશે નહિ. –

રેશમી કપડામાં ઈસ્ત્રી કરતી વખતે કપડા બળી જવાની બીક નહિ લાગે આટલું કરો રેશમી કપડાં પર ઈસ્ત્રી ફેરવતી વખતે સફેદ કાગળ અથવા કપડું ઉપર મૂક્યા પછી ઈસ્ત્રી મારવી. ઈસ્તરી વધારે ગરમ ન થાય તે પણ જોવું.

ન્હાવાના પાણીમાં નાખી દો આ વસ્તુ શિયાળામાં ખંજવાળ નહિ આવે ન્હાવાના પાણીમાં એકાદ લીંબુંનો રસ નાંખીને, ન્હાવાથી ચામડી સુંવાળી બનશે. અને શિયાળામાં ખંજવાળ પણ નહિ આવે

ટેસ્ટી ટોમેટાનો સૂપ બનાવવા માટે ટામેટાંનો સૂપ બનાવતી વખતે કોથમીરની ડાળખીઓને સમારી નાંખવાથી સૂપનો સ્વાદ વધે છે. અને સૂપ ખુબ ટેસ્ટી બને છે

મકાઈના લોટની રોટલી બનાવતા વખતે ફાટી જતી હોય તો મકાઈનો લોટ ચોખાના ઓસામણમાં અથવા ગરમ પાણીમાં બાંધો. એનાથી રોટલી વણતાં તે તૂટશે નહિ.

તાવ આવે ત્યારે કઈ ખાવાનું ભાવતું નથી અને મોમાં ખાવાનો સ્વાદ નથી આવતો તો તાવને કારણે મોંનો સ્વાદ બગડી ગયો હોય તો લીંબું ઉપર મીઠું, મરી ભભરાવીને ચૂસો.

શું તમને નખ વધારવો શોખ છે અને નખ વારંવાર તૂટી જતા હોય તો નખને મજબુત કરવા આટલું કરો નખ તૂટતા હોય તો એને સરસિયાના હૂંફાળા તેલમાં થોડી વાર ડુબાડી રાખો.

ગુમડું થયું હોય અને રસી કાઢવી હોય તો નાગરવેલના પાનને ઘીમાં તળીને પાકેલા ગુમડા ઉપર બાંધવાથી ગુમડું ફૂટી જશે.

માથામાંથી ખોળો દુર કરવા માટે દહીંમાં લીંબુંનો રસ મેળવીને વાળના મૂળમાં ઘસીને એક કલાક રહેવા દો. પછી ઋતુ અનુસાર ઠંડા કે ગરમ પાણીથી ધોઈ નાંખો. એનાથી વાળ ચમકીલા અને મજબૂત થશે. ખોડો દૂર થઈ જશે.

ભજીયાના ખીરામાં પલાળેલા સાબુદાણા મસળીને મિક્સ કરવાથી ભજીયા સ્વાદિષ્ટ અને ફરસા થશે.

બટાટાની ચિપ્સ કુરેકુરી અને બજારમાં જેવી બનાવવા માટે બટાકાની ચિપ્સ તળતા પહેલાં તેના પર થોડો ચણાનો લોટ ભભરાવી દો. એનાથી ચિપ્સ કુરકુરી બનશે.

ઢોકળાને પોચા બનાવવા માટેની સિક્રેટ ટીપ્સ ઢોકળાના ખીરામાં એકાદ-બે ચમચી ગરમ તેલ મિક્સ કરવામાં આવે તો ઢોકળા પોચા બનશે

ઢોકળાને પોચા બનાવવા માટેની સિક્રેટ ટીપ્સ | બટાટાની ચિપ્સ કુરેકુરી અને બજારમાં જેવી બનાવવા માટે | ટેસ્ટી ટોમેટાનો સૂપ બનાવવા માટે | રેશમી કપડામાં ઈસ્ત્રી કરતી વખતે કપડા બળી જવાની બીક નહિ લાગે આટલું કરો | ન્હાવાના પાણીમાં નાખી દો આ વસ્તુ શિયાળામાં ખંજવાળ નહિ આવે |

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here