બિલી : બીલીને સંસ્કૃતમાં બીલ્ડ , શ્રીફળ , શાંડિલ્ય અને શલ્ય પણ કહે છે . તેનાં મૂળ , પાન તથા કોચ અને પાકાં ફળ દેવામાં વપરાય છે . ઔષધ અને શરબત માટે સારાં પાકાં ફળ લેવાં . કુમળાં કાચાં બીલાં મરડા ઝાડાની રામબાણ દવા છે . બીલીનાં ઝાડ ૨૦ – ૨૫ ફૂટ ઊંચા થાય છે . એની શાખાઓ ઉપર કાંટા હોય છે . પાન ત્રિપર્ણી અને એકાંતરે આવેલાં હોય છે . પાન મસળતાં એક જાતની સુગંધ આવે છે . ફૂલ આછા લીલાશ પડતાં સફેદ હોય છે , ફળ કોઠા કે મોસંબી જેવડાં ફળો અને કઠણ છાલવાળાં હોય છે . ઔષધમાં નાનાં કુમળાં ફળ વપરાય છે . પાકાં મોટાં ફળો શરબત બનાવી પીવામાં વપરાય છે , બીલી સંગ્રાહી એટલે મળને રોકનાર , દીપનીર એટલે જઠરાગ્નિ પ્રબળ કરનાર તથા વાયુ અને કફનું શમન કરનાર છે . એનાં કાચાં ફળનું શાક તથા અથાણું થાય છે . કાચા બિલાના સૂકા ગર્ભને બેલ કાચરી કહે છે , બિલું ઘણું પૌષ્ટિક , દીપન અને ગ્રાહી છે . આવી દીપન અને ગ્રાહી વનસ્પતિ ભાગ્યે જ મળે છે .
( ૧ ) હરસમાં લોહી પડતું હોય તો બીલાનો ગર ખાવાથી મટી જાય છે .
( ૨ ) પાકાં બિલાં ગળ્યા હોય છે . તેમાં ખાંડ નાખી શરબત બનાવી પીવાથી ઝાડા મટે છે તથા ઠંડક છે . ખાસ કરી મરડામાં તે ઘણું કામ આપે છે .
( ૩ ) બિલીના ઝાડથી હવા શુદ્ધ થાય છે . ( ૪ ) આંખના રોગોમાં તેનાં પાન વાટી એનો રસ આંખમાં આંજવો . _
( ૫ ) ગૌમૂત્રમાં બિલું વાટી તેલ મેળવી પકવીને કાનમાં મૂકવાથી કાનની બહેરાશ મટે છે . ( 6 ) બિલીના કાચા કોમળ ફળના ગર્ભને સૂકવીને બનાવેલું ચૂર્ણ અતિસાર , ઝાડા , મરડો , સંગ્રહણી , કોલાયટીસ , રક્તાતિસારમાં ખૂબ જ રાહત કરે છે . એક ચમચી આ ચૂર્ણ દિવસમાં ત્રણ વાર મોળી છાસ સાથે લેવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે . ઉપરોક્ત બધી વિકૃતિઓમાં પણ ફાયદો થાય છે . એનાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે , વાયુ અને કફ મટે છે . |
( ૭ ) જો મરડો ખૂબ જ જૂનો હોય તો બિલીના ફળનો ગર્ભ અને એટલા જ વજનના તલનું ચૂર્ણ તાજા મોળા દહીંની તર સાથે સવાર – સાંજ લેવાથી મટે છે . જો મળ સાથે રક્તસ્ત્રાવ થતો હોય તો આમાં એક ચમચી સાકર મિશ્ર કરી પીવું .
તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ . લાંબુ જીવવું હોય તો દોવું જોઈએ . – ઝીણાભાઈ
( ૮ ) બિલાનો ગર્ભ , ઘોડાવજે અને વરિયાળીનું સરખા વજને મેળવેલ ચૂર્ણ મરડામાં અકસીર છે . ( ૯ ) કાચા બિલાના ગર્ભને સૂકવી બનાવેલ એક ચમચી ચૂર્ણ એટલી જ સાકર સાથે સવાર – સાંજ લેવાથી ઝાડા મટે છે . મરા ( ૧૦ ) બીલીપત્રનો રસ બેથી ત્રણ ચમચી જેટલી સાકર નાખી પીવાથી કોઈપણ પ્રકારનો રક્તસ્ત્રાવ મટે છે .
( ૧૧ ) બીલીપત્રનો રસ ડાયાબીટીમાં લાભ કરે છે તથા સોજા મટાડે છે . ( ૧૨ ) ન રુઝાતા ગંધાતા ચાંદાં પર બીલીપત્ર વાટી પેસ્ટ બનાવી લગાડવાથી ચાંદાં મટી જાય છે . ( ૧૩ ) ઉનાળામાં દરરોજ બીલાનું શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે અને પાચન શક્તિ સુધરે છે પાચનશક્તિ સારી રાખવા માટે એ આર્શીવાદ સમાન છે .
બિલ્વાદિ ક્વાથ : બીલી , અરણી , અરડૂસી , સીવણ અને પાડળ આ પાંચ વનસ્પતિનાં મૂળને બૃહત્ પંચમૂળ કહે છે . એ પાંચે સરખા ભાગે મિશ્ર કરી ખાંડી , એક ચમચી પાઉડરનો ઉકાળો કરી સવાર – સાંજ નિયમિત પીવાથી થોડા દિવસમાં અધિક મેદ એકત્ર થવાથી જે પીડા થાય છે તેનો નાશ થાય છે .
: બીજોરુ લીંબુની જાતનું જ છે . એનાં પાન લીંબડી કરતા લાંબાં અને મોટાં હોય છે . તેને આઠયા દસ ૨ ટેલી લાંબી ફળો આવે છે . ઔષધમાં આ ફળ વપરાય છે . બિજોરાનો રસ અત્યંત ખાટો , પથ્યકર , યકાર અને પિત્તશામક છે . ફળ પીળું થયા પછી જ ઉપયોગમાં લેવું જોઈએ . ચૂંક , ઉલટી , કફ , ગોળો , અરુચિ , મંદાગ્નિ વગેરે મટાડે છે . અરુચિ , ઉબકા , ઊલટી , મોળ આવવી વગેરેમાં બિજોરાના ફળની કળીઓ પર સિંધવ છાંટીને બીવામાં આવે છે . એનું શરબત જીભ અને કંઠની શુદ્ધિ કરે છે . એનો મુરબ્બો સમગ્ર પાચનતંત્ર અને હૃદય માટે હિતાવહ્યું છે . બિજોરાના રસનો કોગળો ધારણ કરી રાખવાથી દાંતના જીવાણુઓ નાશ પામે છે . આથી પાયોરિયા મટે છે અને મોની વાસ દૂર થાય છે . બિજોરાનો રસ બરોળના અને લીવરના રોગોમાં ખૂબ ફાયદાકારક છે . કમળામાં એનું શરબત પીવાથી લાભ થાય છે . બીજોરું સ્વાદિષ્ટ , ખાટું , ગરમ , અગ્નિને પ્રદીપ્ત કરનાર , પચવામાં હળવું , રકતપિતું નારાક , હૃદય માટે હિતકારી તથા ખાંસી , ચૂંક , ઊલટી , કફ , ગોળો , હરસ , અરુચિ અને તરસનો નાશ કરનાર છે . એ બરોળ અને અપચામાં ઉપયોગી છે . એની છાલ ખૂબ જ મીઠી હોય છે અને ગર્ભ ખૂબ જ ખાટો હોય છે . શ્રેષ્ઠ ખાટાં ફળોમાં એનો સમાવેશ થાય છે .
( ૧ ) ચૂંક , ઊલટી , કફ , અરુચિ , ગોળો , હરસ વગેરેમાં બીજોરાની કળીઓ સિંધવ છાંટીને ખાવી . ( ૨ ) બીજોરાની કળીઓ સહેજ મીઠું નાખી ખાવાથી સગર્ભાની ઉલટી , ઊબકા , અરુચિ જેવા તકલીફો દૂર થાય છે . ( ૬ ) ચૂંક , ઊલટી ( ર ) સારી તંદુરસ્તી એ માનવીની પહેલી અને સૌથી મોટી મિલકત છે . – એમર્સન .
આ પણ વાંચો
- દરરોજ ઉપયોગમાં આવે તેવી 6 કિચન ટિપ્સ | રસોઈ ટિપ્સ | kitchen tips in gujarati
- ઘરે બનાવો અલગ અલગ ગુજરાતી મીઠાઈ માટેની રેસીપી | recipe in Gujarati | sweet recipe
- તમારું બાથરૂમ સ્વચ્છ અને સુંદર દેખાશે આટલું કરો
- ચોમાસામાં લાકડાના બારી બારણા જામ થઇ ગયા છે આવી જ અવનવી ટીપ્સ | રસોઈ ટીપ્સ | કિચન ટીપ્સ
- દરેક મહિલાને કિચન કિંગ બનવા માટે વાંચી લો આ ખાસ ટીપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ
- અલગ અલગ પંજાબી શાક બનાવવા માટેની રીસીપી
- તમે ઘરે જ અપનાવી જુઓ અનેક અવનવી હેલ્થ ટીપ્સ , રસોઈ ટીપ્સ , કિચન ટિપ્સ
- દરેક અજમાવી જુઓ એવી ટીપ્સ કે તમે ક્યારેય ન સાંભળી હોય રંગીન કપડાનો કલર ઉતરે છે | કિચન ટિપ્સ | રસોઈ ટીપ્સ
- ઉનાળામાં નવું એસી ખરીદતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને એસીનું બીલ ઓછું આવે એ માટે શું કરવું જોઈએ
- રોટલી સોફ્ટ બનાવવાની ટીપ્સ | વધેલી રસોઈના ઉપયોગ | ગંદા અને કાળા થયેલ નોનસ્ટીક વાસણ સાફ કરવા
- શાકનો કલર લાલ ચટાક લાવવા માટે | કેકને વધુ પોચી બનાવવા માટે આટલું કરો | પરાઠાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે
- દરેક મહિના કિચન કિંગ બનાવશે આ કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ
- ચોમાસામાં દરેકને કામમાં આવે તેવી સરસ ઘર ગથ્થુ tips અજમાવી જુઓ
- મહિલાઓને રસોડામાં કામ સરળ બનાવે તેવા અલગ અલગ ખીરુ બનાવવાની રીત વાંચો અને શેર કરો
- દરેક મહિલાને કામમાં આવે તેવી સાવ મફતમાં ઘરગથ્થું ટીપ્સ | કિચન ટીપ્સ
- ઘરેજ આ બધી વસ્તુની સફાઈ સાવ ઓછા ખર્ચમાં કરો
- બાળકોને મનપસંદ અલગ અલગ પ્રકાર ના નાસ્તા બનાવવા માટેની રીત
- ફ્રીઝરમાં જામેલ વધારાનો બરફ દુર કરવા માટેની ટીપ્સ
- બજાર જેવા જ મસાલા બનાવવા માટેની રીત વાંચો અને શેર કરો
- ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ કરવા માટે દરેક મહિલાને કામની કિચન ટીપ્સ, રસોઈ ટીપ્સ જરૂર
- કાચી કેરીની અલગ અલગ રેસીપી બનાવવાની રીત વાંચો અને શેર કરો
- અજમાવી જૂઓ ઘરે બેઠા હેલ્થ ટિપ્સ અને કિચન ટિપ્સ
- દરેક મહિલાઓ માટે સુપર કિંગ રસોઈ ટીપ્સ જે તમને બનાવશે રસોઈની રાણી
- મહિલાને સુપર કિંગ બનાવવા માટેની ખાસ ટીપ્સ
- બગડતી રસોઈને સુધારવા માટેની 20 રસોઈ ટીપ્સ