ફરાળી વાનગી બનાવવા માટેની ટિપ્સ અને રેસીપી વાંચો અને શેર કરો

0

સાબુદાણા ની ખીચડી બનાવવા માટે જરૂરી સામગ્રી :

  1. ૧ વાટકો સાબુદાણા
  2. ૧ નગ બટેકું બાફેલું
  3. ૧ નગ ટામેટું
  4. ૧ ચમચી આદું મરચાં
  5. ૧ ચમચી શીંગદાણા
  6. ૨ ચમચી શીંગદાણા નો ભૂકો
  7. ૧ ચમચી ખાંડ
  8. ૧/૨ નંગ લીંબુ
  9. ૧ ચમચી જીરું વધાર માટે
  10. ૨ ચમચી તેલ
  11. ૨ ચમચી લાલ મરચું પાઉડર
  12. ૧/૨ ચમચી હળદર પાઉડર
  13. મીઠું સ્વાદાનુસાર કોથમીર

સાબુદાણા ની ખીચડી બનાવવા માટેની રીત: એક તપેલી માં સાબુદાણા ને ધોઈ ને ૪ થી ૫ કલાક સુધી પલાળી રાખો, પછી તેને એક ચારણી ની મદદ થી પાણી નિતારી લો પછી તેને એક પેપર ઉપર પાથરી ને કોરા કરી લો,  એક કુકર માં બટેકા ને બાફી લો પછી તેને નાના નાના કટકા કરી લો, હવે એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં શીંગદાણા ને તળી લો તેણે કાઢી લો, તેજ તેલમાં જીરું નાખી ને પછી તેમાં આદું મરચાં ઉમેરી ને ૨ મિનીટ સુધી સાંતળો પછી તેમાં બટેકા ને ઉમેરી ને પછી ફરીથી ૨ માટે મિનીટ સુધી સાંતળો હવે તેમાં સાબુદાણા ઉમેરી બરાબર મિક્ષ કરીને પછી તેમાં બધો મસાલો કરી લો ને ઢાંકી ને ૫ મિનીટ સુધી સીજાવા દો પછી તેમાં કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો તો ત્યાર છે સાબુદાણા ની ખીચડી.

સાબુદાણા વડા બનાવવા માટે જરૂરી સામગ્રી: 

  1. 500 ગ્રામ બાફેલા બટાકા
  2. 250 ગ્રામ સાબુદાણા
  3. 1 ચમચી તલ
  4. 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. તેલ તળવા માટે
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 100 ગ્રામ આરા પાઉડર
  8. જરૂર મુજબ લીંબુ
  9. ખાંડ જરૂર મુજબ
  10. મીઠું સ્વાદાનુસાર

સાબુદાણા વડા બનાવવા  માટેની રીત: સાબુદાણા 5 થી 6 કલાક પલાળી રાખવા, બટાકા બાફીને છાલ છોલીને મેશ કરવા. એક મોટા વાસણ માં બટાકા,સાબુદાણા,આદુ મરચા ની પેસ્ટ તલ, લીંબ,ુ ખાંડ,મીઠું નાખી સરખું મિક્ષ કરવું. થોડો આરા પાઉડર નાખવો. ગોળ લુવો લઈ ઠેપ્લી બનાવી લેવી, હાથમાં આરા લોટ લેતું જવાનું.  ઠેપલી બની જાય એટલે તેલ મૂકી તેમાં તળી લેવું.મિડીયમ ફ્લેમ પર.

ફરાળી દહીં વળાં બનાવવા માટે જરૂરી સામગ્રી :

  1. ૧ વાટકી સાબુદાણા
  2. ૪-૫ નંગ બાફેલા બટાકા
  3. ૨ ચમચી પલાળેલો મોરૈયો
  4. ૫-૬ નંગ ક્રશ કરેલા લીલા મરચા
  5. ૧/૨ ચમચી જીરૂ
  6. ૧/૨ ચમચી મરી પાઉડર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તેલ તળવા માટે
  9. અન્ય ઘટકો
  10. ગળ્યું દહીં જરૂર મુજબ
  11. મીઠું જરૂર મુજબ
  12. શેકેલુ જીરૂ પાઉડર જરૂર મુજબ
  13. લાલ મરચું જરૂર મુજબ

ફરાળી દહીં વળાં બનાવવા માટેની રીત: સૌ પ્રથમ સાબુદાણા ને બે થી ત્રણ વાર બરાબર ધોઈને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો. બટાકા ને બાફી છાલ ઉતારી મેશ કરી લો. આ બટાકામાં પલાળેલા સાબુદાણા,મીઠું, લીલા મરચાં, પલાળેલો મોરૈયો (હાથથી મસળી લેવો) અને જીરૂ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાંથી મનપસંદ આકારના ગોળા બનાવી તેને ગરમ તેલમાં બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી તળી લો.   આ વડાને સર્વિંગ ડીશમાં લઈ ઉપરથી ગળ્યું દહીં તેમજ મીઠું,મરચું અને જીરું પાઉડર ભભરાવી જરુર મુજબ બદામ પિસ્તા ની કતરણ નાખી ઠંડુ પડવા દો. ત્યાર બાદ તેને 1 કલાક સુધી ફ્રીઝ મા ઠંડુ કરો. તો તૈયાર છે ફરાળી ખીર. આ ખીર ને ગરમ કે ઠંડુ કોઈ પણ રીતે સર્વ કરી શકાય છે.

સાબુદાણાની ખીર બનાવવા માટે જરૂરી સામગ્રી: 

  1. 1 લીટર દૂધ
  2. 1 વાટકી પલાળેલા સાબુદાણા
  3. 1/2 વાટકી શેકેલા મખના નો અધકચરો ભૂકો
  4. 1 વાટકી ખાંડ
  5. 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  6. 1/2 મિલ્ક પાઉડર
  7. જરુર મુજબ બદામ પિસ્તા

સાબુદાણાની ખીર બનાવવા માટેની રીત: સૌ પ્રથમ સાબુદાણા ને ધોઇ 2 કલાક સુધી પલાળી રાખો. મખના ને શેકી લો તેને અધકચરા પીસી લો. હવે ગેસ પેન રાખી તેમાં દૂધ નાખી ધીમે તાપે ઉકળવા દો. થોડું હલાવતા રહો. ત્યાર બાદ તેમાં મિલ્ક પાઉડર નાખી બરાબર મીક્ષ કરી લો. હવે તેમાં સાબુદાણા નાખી બરાબર મીક્ષ કરી લો. 15 મીનીટ સુધી ઉકાળો. પછી તેમા મખના ને ખાંડ નાખી દો. જરુર મુજબ બદામ પિસ્તા ની કતરણ નાખી ઠંડુ પડવા દો. ત્યાર બાદ તેને 1 કલાક સુધી ફ્રીઝ મા ઠંડુ કરો. તો તૈયાર છે ફરાળી ખીર. આ ખીર ને ગરમ કે ઠંડુ કોઈ પણ રીતે સર્વ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here